Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાને સ્વચ્છ,સુંદર અને ટ્રાફિકમુક્ત કરવા 'વન ડે વન રોડ' અભિયાન:મ્યુ. કોર્પોરેશનનો કાફલો ગંદકીના ઢગને દૂર કરવા રસ્તે ઊતર્યો, કચરાના ઢગલાઓ જોઈને કમિશનર થયા હતા નારાજ

    9 hours ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા પર ભાર મુકવામાં આવ્યો છે. શહેરને સ્વચ્છ બનાવવા માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . શહેરીજનોમાં પણ સ્વચ્છતા આદત બની જાય તે માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ મહાનગરપાલિકાએ વન ડે વન રોડ અભિયાન શરુ કર્યું છે. અભિયાન અંતર્ગત ઉમા ચાર રસ્તાથી પાણીગેટનો મુખ્ય માર્ગ લેવાયો વડોદરા શહેરને સ્વચ્છ, સુંદર અને ટ્રાફિકમુક્ત બનાવવાના હેતુ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કવાયતના ભાગરૂપે, મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ પૂર્વ ઝોનમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.વોર્ડ નંબર-15માં સમાવિષ્ટ ઉમા ચાર રસ્તાથી પાણીગેટ સુધીના મુખ્ય માર્ગ પર ‘વન ડે વન રોડ’ અભિયાન અંતર્ગત વ્યાપક કામગીરી કરવામાં આવી હતી. રસ્તાઓ પર થતા ગેરકાયદેસર દબાણોને દૂર કરી વાહનવ્યવહારને અડચણ ઉભી ન થાય તેમજ શહેરની આંતરિક સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત થાય તે ઉદ્દેશ્યથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કમિશનર અરુણ મહેશ બાબુએ પોતે સ્થળ પર હાજર રહીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પૂરજોશમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી આ ઝુંબેશ દરમિયાન રસ્તાઓની સાફ-સફાઈ, રોડ ડિવાઈડરો પર જામેલી ધૂળ અને કચરાનો નિકાલ તેમજ ફૂટપાથ પરના નડતરરૂપ દબાણોને JCB મશીનોની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ઝોનના વોર્ડ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો કાફલો હાજર રહ્યો હતો. માર્ગ પર ઉગી નીકળેલા બિનજરૂરી ઘાસ અને કચરાના ઢગલાઓ જોઈને કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓને સત્વરે સફાઈ કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ડિવાઈડરની સફાઈમાં જોવા મળેલી બેદરકારી અંગે પણ કમિશનરે કડક નોંધ લીધી હતી અને જવાબદારોને તાકીદ કરી હતી. નાગરિકોને સારી સુવિધા મળે તે પાલિકા માટે પ્રાથમિકતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવી એ પાલિકાની પ્રાથમિકતા છે. તેઓએ જણાવ્યું કે, ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવશે. જો એકવાર દબાણ હટાવ્યા બાદ ફરીથી ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થશે, તો પાલિકા તંત્ર ફરીથી ત્રાટકશે અને કડક દંડનીય કાર્યવાહી કરશે. કમિશનરે નાગરિકોને પણ અપીલ કરી હતી કે તેઓ શહેરની સ્વચ્છતામાં સહભાગી બને અને જાહેર માર્ગો પર દબાણ ન કરે.
    Click here to Read More
    Previous Article
    બોટાદનું કૃષ્ણસાગર તળાવ ₹10 કરોડના ખર્ચે વિકસાવાશે:ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ બજેટમાં જોગવાઈ
    Next Article
    Akshay Kumar, 58, Has A Quip On Romancing 26-Year-Younger Wamiqa Gabbi In Bhooth Bangla

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment