Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ-સિદ્ધપુરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન:બાહુબલી હનુમાનજી, અયોધ્યા રામલલ્લાની પ્રતિકૃતિ બનશે આકર્ષણનું કેન્દ્ર

    10 hours ago

    પાટણ અને સિદ્ધપુર શહેરમાં આવતીકાલે રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રીરામ સેવા સમિતિ દ્વારા આયોજિત 39મી શોભાયાત્રા બપોરે 3 વાગ્યે છીંડિયા રામજી મંદિરથી પ્રસ્થાન કરશે. આ યાત્રામાં અનેક આકર્ષણો જોવા મળશે. આ વર્ષે પાટણની શોભાયાત્રામાં કેટલાક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. શોભાયાત્રાનો પ્રારંભ ભગવાન રામની મહાઆરતીથી થશે. પાટણમાં પ્રથમવાર શ્રદ્ધાળુઓ બાહુબલી હનુમાનજીના દર્શન કરી શકશે. અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની આબેહૂબ પ્રતિકૃતિ અને ચાંદીની બનેલી રામલલ્લાની ચરણપાદુકા પણ નગરભ્રમણમાં સામેલ કરાશે. આ ઉપરાંત, અયોધ્યામાં ભગવાન રામે ધારણ કરેલા વસ્ત્રો પણ ભાવિકોના દર્શનાર્થે મૂકવામાં આવશે.સાંસ્કૃતિક અને મનોરંજનના ભાગરૂપે, શોભાયાત્રામાં રાજ કમલ બેન્ડ દ્વારા રામભજનોની પ્રસ્તુતિ કરાશે, જ્યારે પંજાબથી ખાસ પંજાબી બેન્ડને આમંત્રિત કરવામાં આવ્યું છે. શક્તિ પ્રદર્શન માટે દુર્ગાવાહિનીની 500 દીકરીઓ તલવારબાજીના દાવપેચ બતાવશે અને બજરંગદળના યુવકો વિવિધ સાહસિક કરતબો રજૂ કરશે. આ યાત્રામાં કુલ 15 જેટલી વિવિધ ઝાંખીઓ સામેલ થશે.શોભાયાત્રાના માર્ગમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન રાત્રે 9 કલાકે રામજી મંદિર પરિસરમાં પૂર્ણ થશે. સમરસતાના ભાવથી તમામ રામભક્તો માટે રાત્રે 9 વાગ્યે રામજી મંદિર પરિસર ખાતે રામખીચડીના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સરકાર હજ યાત્રીઓને સુરક્ષા માટે સ્માર્ટ વોચ આપશે:પાટણમાં 300થી વધુ યાત્રીઓનો તાલીમ કેમ્પ, એપ્રિલના અંતમાં મક્કા રવાના
    Next Article
    કચરાના પહાડમાં લાગેલી આગ દાવાનળ બની:ખજોદ ડમ્પિંગ સાઈટ ખાતે 24 કલાક બાદ પણ આગ બેકાબૂ, સુરત ફાયર ફાયટરના પ્રયાસો એળે ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment