Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિગો એર સુવિધાથી ભાવનગરને ભારત સાથે જોડવાનો પ્રયાસ કરાશે:યુવરાજએ કહ્યું કાઠિયાવાડી ભાઈ-બહેનોને વિનંતી કરું છું કે તમે મુંબઈમાં કમાઓ અને ભાવનગરમાં આવીને ઉત્સવો-લગ્ન પ્રસંગો માણી અહીં ખર્ચ કરો, જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળે

    12 hours ago

    8 મહિનાના ઈંતજાર બાદ મુંબઈની બે ફ્લાઈટ શરૂ, પર્યટન અને વેપારને મળશે વેગ 29મી માર્ચથી ભાવનગર-મુંબઈ વચ્ચે એર સુવિધા શરૂ થશે ભાવનગરના વિકાસમાં આખરે કનેક્ટિવિટીની પાંખો ઉમેરાઈ છે ત્યારે ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ભાવનગર દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ અને એસોસિએશનના હોદ્દેદારોએ ભાવનગર-મુંબઈ વચ્ચે શરૂ થઈ રહેલી ઇન્ડિગોની હવાઈ સેવાને આવકારી હતી, લગભગ 8 મહિનાના લાંબા વિરામ બાદ 29 મી માર્ચ થી ફરી શરૂ થઈ રહેલી આ એર સેવા ભાવનગર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ​હેરિટેજ અને કોસ્ટલ ટુરિઝમનો નવો અધ્યાય ​આ પ્રસંગે ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈપણ શહેરના વિકાસ માટે બેઝિક કનેક્ટિવિટી અનિવાર્ય છે. ભાવનગરની મુંબઈ સાથેની કનેક્ટિવિટી 1940-50ના દાયકાથી છે, ત્યારે એક વર્ષનો આ ગેપ ચિંતાજનક હતો, તેમણે ઉમેર્યું કે, ​"સરકારે યોગ્ય સમયે ફ્લાઈટ રિસ્ટાર્ટ કરી છે હું મુંબઈ સ્થિત કાઠિયાવાડી ભાઈ-બહેનોને વિનંતી કરું છું કે તમે મુંબઈમાં કમાઓ અને ભાવનગરમાં આવીને ઉત્સવો-લગ્ન પ્રસંગો માણી અહીં ખર્ચ કરો, જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળે, ભવિષ્યમાં ફરી ક્યારેય આવો એક વર્ષનો લાંબો ગેપ ન આવે તે માટે રાજકીય અને એરપોર્ટ તંત્ર સતર્ક રહે તેવી અપેક્ષા. ​ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ભાવનગર (TAAB) એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઇન્ડિગો દ્વારા એકસાથે બે ફ્લાઈટ સવાર અને સાંજ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આ માત્ર મુંબઈ પૂરતું સીમિત નથી, પરંતુ ભાવનગરના પ્રવાસીઓને હવે મદુરાઈ, ચેન્નાઈ, બેંગ્લોર, ગોવા અને નોર્થ-ઈસ્ટ જેવા સ્થળો માટે 'સેમ-ડે કનેક્ટિવિટી' મળશે, પ્રવાસીઓ હવે 4 થી 8 કલાકમાં ભારતના કોઈપણ છેડે પહોંચી શકશે, ભાવનગર થી નવી મુંબઈ અને નવી મુંબઈ થી ભાવનગરની ડેઈલી ફ્લાઈટ, હેરિટેજ, કોસ્ટલ અને એજ્યુકેશનલ ટુરિઝમમાં વધારો થવાની આશા, TAAB દ્વારા મેમ્બરશીપ વધારીને ભાવનગરના પ્રવાસન નકશાને મજબૂત બનાવવાની નેમ.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- જાહેર કાર્યક્રમોમાં વંદેમાતરમ ફરજિયાત નથી:જ્યારે આ માટે સજા થવા લાગશે, ત્યારે વિચાર કરીશું; અરજી ફગાવી
    Next Article
    શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ:પેસેન્જરોમાં દોડધામ, હાલ પૂરતું બીઆરટીએસ બસ સ્ટેન્ડ બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment