Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કિરણ હોસ્પિટલ બાળકોને મારવા માટે ખોલી છે':કતારગામમાં પરિવારે ડોક્ટરો પર બેદરકારીના આક્ષેપ કર્યા; કહ્યું- ડોક્ટરનું લાઇસન્સ રદ કરો અને અમારી સામે લાવો

    12 hours ago

    સુરત શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત ગણાતી કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. ડિલિવરી સમયે નવજાત બાળકનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. નવજાતને સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવી હોવાનો આક્ષેપ એક ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડિલિવરી બાદ બાળકની તબિયત નાજુક હોવા છતાં તેને સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. સારવારના અભાવે નવજાત બાળકે જીવ ગુમાવ્યો હોવાની વાત ફેલાતા જ પરિવારજનો અને સંબંધીઓ રોષે ભરાયા હતા. ડોક્ટરોની બેદરકારીએ જીવ લીધો હોવાનો પરિવારનો આક્ષેપ પરિવારજનોનું કહેવું છે કે, બાળકની સ્થિતિ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. જ્યારે તાત્કાલિક સારવારની જરૂર હતી, ત્યારે ડોક્ટરો દ્વારા વિલંબ કરવામાં આવ્યો. હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોની બેદરકારીને કારણે જ તેમનું બાળક મોતને ભેટ્યું છે. પોલીસે હોસ્પિટલમાં પહોંચી મામલો શાંત પાડ્યો હોસ્પિટલમાં હોબાળાની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક કિરણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઉશ્કેરાયેલા પરિવારજનોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માગ પીડિત પરિવારે હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની અને તેમને ન્યાય અપાવવાની માગ કરી છે. બીજી તરફ, પોલીસે ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. મેડિકલ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે બાળકના મોત પાછળનું ચોક્કસ કારણ શું હતું. આ મામલે કિરણ હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. મેડિકલમાં બે કલાક વેઇટ કરાવે અને ડોક્ટર ધ્યાન જ નથી આપતા: પિતા રાહુલ કાતરિયા (પિતા) એ જણાવ્યું હતું કે, અત્યારે કિરણ હોસ્પિટલમાં છું. અમે અહીં સવારે ડિલિવરી માટે દાખલ થયા હતા. સવારે 10 વાગ્યે દાખલ થયા અને 4 વાગ્યે ડોક્ટરે એમ કીધું કે ભાઈ તમારું બાળક બચે એમ નથી. કોઈ જાતની કોઈ સારવાર અમને મળી નથી. અંદર કોઈ સરખો જવાબ આપતા નથી. મેડિકલમાં દવા લેવા જઈએ તો પણ બબ્બે કલાક વેઈટ કરાવે છે. એ લોકો અંદર ગેમ રમે છે, બધું રમે છે પણ કોઈ સામે જવાબ આપતું નથી. જેને પૂછીએ એ ઊંધા ઊંધા જવાબ આપે છે અને ડોક્ટર તો ધ્યાન જ નથી આપતા, અહીંના ડોક્ટર ધ્યાન જ નથી દેતા. ‘10 મિનિટમાં બાળક નથી રહ્યું કહી દીધું’ ડોક્ટરને મેં કીધું કે ભાઈ આનું શું કરવું? છેલ્લે લાસ્ટમાં 10 મિનિટમાં એમ કહે છે કે તમારા બાળકને ધબકારા નથી, ત્યાં સુધી બધું સારું રહે છે. 10 મિનિટમાં છેલ્લે એમ કહે છે કે હવે તમારું બાળક બચી શકે એમ નથી. મારી માગ એ જ છે કે ડોક્ટર ૠત શાહ અને કિરણ હોસ્પિટલમાં કોઈ આવે નહીં અને ડોક્ટરનું લાઈસન્સ કેન્સલ થાય. મારી એ જ માગ છે. અમને ન્યાય જ જોઈએ છે. એણે અમને 11 વાગ્યાના ગોળ ગોળ ફેરવીને છેલ્લે એમ કીધું કે હવે કાંઈ વધ્યું નથી, કાંઈ બચી શકે એમ છે નહીં. સવારે અમને 10 વાગ્યે એમ કીધું હતું કે નોર્મલ ડિલિવરી થશે. ‘ઈમરજન્સીમાં સીઝર કરી નાખ્યું’ કોમલ ઘોઘારી (પરિવારજન) એ જણાવ્યું હતું કે, કિરણ હોસ્પિટલમાં મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો એટલે અમે અહીં તપાસ કરાવવા આવ્યા હતા. ડોક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ. અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકોએ ધ્યાન નથી દીધું. એડમિટ કર્યા પણ એણે કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી. એણે સાડા ચાર સુધી કોઈ પ્રોસેસ નથી કરી. સાડા ચારે સોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી. પછી સાડા પાંચે એ લોકો પાછા આવ્યા અને ધબકારા માપ્યા, ત્યારે બાળકના ધબકારા હતા નહીં. એટલે એણે ઈમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું. અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં સીઝર કરી નાખો એમ. ‘ડોક્ટરનું લાઈસન્સ રદ કરો’ તો પણ સીઝર કરવાનું હતું ત્યારે એણે કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ. સીઝરમાં લઈ ગયા અને દસ જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટ બરોબર છે અને બાળકના ડોક્ટર તમને કહેશે એમ. ત્યાં દસ મિનિટમાં બાળકના ડોક્ટર પણ આવ્યા, એણે કીધું કે બાળક નથી રહ્યું. એટલે આ ડોક્ટરની, જે મેઈન ડોક્ટર છે ને ઋત શાહ આ એની જ ભૂલ છે. એણે અમારા પેશન્ટ ઉપર સહેજ પણ ધ્યાન નથી દીધું. આ બધી ભૂલ એની જ છે, અમારા બાળકને એણે મારી નાખ્યું છે. એટલે અમારે ન્યાય જોઈએ છે. ડોક્ટરનું લાઈસન્સ રદ કરો અને ડોક્ટરને અમારી સામે લાવો. ‘ડોક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી લેતું જ નથી’ આ મોટામાં મોટી હોસ્પિટલ છે પણ નામ બહુ નાનું થઈ ગયું છે એનું. ડોક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી લેતું જ નથી. એ લોકો નાસ્તા કરે છે, અહીંયા પેશન્ટ દુખી થતું હોય અને એ લોકો નાસ્તા કરે છે. અમારી સામે બધા પેશન્ટ સામો રાડો નાખતા હતા, અમે બધું જોયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી થશે: PI કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.કે.ચૌધરીએ જણાવ્યું હતું કે, પરિવારના આક્ષેપો પ્રમાણે હાલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે અને ત્યારબાદ આ રિપોર્ટને મેડિકલ બોર્ડમાં મોકલવામાં આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મધ્યાહન ભોજનના નાસ્તાનું મેનુ બદલાઈ ગયું:38.50 લાખ વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે; જુઓ નવું સાપ્તાહિક મેનુ
    Next Article
    ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદ માટે ઉંમર-અટક બદલ્યાનો આક્ષેપ:સુરતમાં અનામી પત્રમાં પુરાવાઓની હારમાળા સાથે તપાસની માંગ, બિપીન તળાવિયાનો ગોળ-ગોળ જવાબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment