Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધ્યાહન ભોજનના નાસ્તાનું મેનુ બદલાઈ ગયું:38.50 લાખ વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે; જુઓ નવું સાપ્તાહિક મેનુ

    16 hours ago

    ગુજરાતના 38.50 લાખ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે મધ્યાહન ભોજન યોજના હેઠળ મળતી પરંપરાગત સુખડી બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને વધુ પોષણયુક્ત વિકલ્પ તરીકે ‘શ્રી અન્ન (મિલેટ) સુખડી’ આપવામાં આવશે. આ મિલેટ સુખડી આપવાને કારણે સુખડી યોજનાને બંધ કરી દેવામાં આવી છે. આ નિર્ણય ‘ફિટ ઇન્ડિયા મુવમેન્ટ’ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પોષણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. શિક્ષણ વિભાગના આ મોટા નિર્ણયથી મુખ્યમંત્રી અલ્પાહાર(નાસ્તો) યોજનામાં પણ મહત્વનો ફેરફાર જોવા મળશે. નવા મેનુમાં વિવિધ પોષણયુક્ત વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને સંતુલિત આહાર પૂરો પાડશે. વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે આ નવી મેનુ રચના દ્વારા વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે. ખાસ કરીને મિલેટ આધારિત સુખડીને સમાવેશ કરવાથી પૌષ્ટિક મૂલ્યમાં વધારો થશે અને દેશી અનાજોને પ્રોત્સાહન મળશે. પોષણયુક્ત-સ્વસ્થ ખોરાક મળશે સરકારના આ નિર્ણયને આરોગ્ય અને પોષણના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે શાળાના બાળકોને માત્ર પેટ ભરવાનું નહીં, પરંતુ પોષણયુક્ત અને સ્વસ્થ ખોરાક પણ મળશે. વર્ષ 1984માં શરૂ થઈ હતી મધ્યાહન ભોજન યોજના ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-1984માં શરૂ થઈ છે. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો 25% તથા કેન્દ્ર સરકારનો 75% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે. યોજના પાછળના હેતુ
    Click here to Read More
    Previous Article
    LPG Gas Cylinder Crisis : 25 दिन में ही मिलेगा शहरों में LPG सिलिंडर | LPG Gas News
    Next Article
    'કિરણ હોસ્પિટલ બાળકોને મારવા માટે ખોલી છે':કતારગામમાં પરિવારે ડોક્ટરો પર બેદરકારીના આક્ષેપ કર્યા; કહ્યું- ડોક્ટરનું લાઇસન્સ રદ કરો અને અમારી સામે લાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment