Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનવમી પૂર્વે સાંથલ પોલીસ એક્શન મોડમાં:કાયદો અને વ્યવસ્થા જાળવવા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું, શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડક પગલાના આદેશ

    5 days ago

    આગામી સમયમાં આવી રહેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને મહેસાણા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલ દ્વારા સ્ટાફના માણસો સાથે સુરક્ષા અને શાંતિ જાળવવા માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળો પર પરિભ્રમણ કર્યું પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલના નેતૃત્વમાં પોલીસ કાફલાએ સાંથલના મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળો પર પરિભ્રમણ કર્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ આગામી તહેવારો દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને નાગરિકો નિર્ભયતાથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરક્ષાનો માહોલ ઉભો કરવાનો છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડક પગલાના આદેશ પેટ્રોલિંગ દરમિયાન પી.આઈ. શ્રીપાલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે અસામાજિક તત્વોને કડક સૂચના આપી હતી કે, જો કોઈ પણ પ્રકારની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવશે તો પોલીસ તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરશે. આ કામગીરીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને તહેવારને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે પોલીસ તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા LPGના કાળાબજારનો પર્દાફાશ:વડસર GIDC વિસ્તારમાંથી પોલીસે એક શખશને દબોચ્યો, 4000 રૂપિયામાં સિલિન્ડરનું વેચાણ કરતો હતો
    Next Article
    Surat Dumping Yard Fire News LIVE | સુરતમાં ભીષણ આગ, 24 કલાકથી બેકાબૂ | Fire Fighter | Major Call

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment