Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા LPGના કાળાબજારનો પર્દાફાશ:વડસર GIDC વિસ્તારમાંથી પોલીસે એક શખશને દબોચ્યો, 4000 રૂપિયામાં સિલિન્ડરનું વેચાણ કરતો હતો

    3 days ago

    શહેરના માંજલપુર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે LPG ગેસ સિલિન્ડર વધુ ભાવે વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 4000 રૂપિયામાં સિલિન્ડરનું વેચાણ કરતા ઝડપાયો ફરિયાદ અનુસાર ગત રાત્રે માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન વડસર રોડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પાણીની ટાંકી પાસે રોડ ઉપર બે શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા હતા. પોલીસે નજીક જઈ તપાસ કરતાં એક ઇસમ પાસે KABSONS કંપનીનો સીલબંધીત ઘરેલું LPG ગેસ સિલિન્ડર મળ્યો હતો. તે સિલિન્ડર બીજા ઇસમને રૂ.4000 માં વેચાણ કરી રહ્યો હતો. જ્યારે સિલિન્ડર પર છપાયેલ MRP રૂ.3500 હોવાનું જણાયું હતું. સ્થિતિનો ફાયદો ઉઠાવી વધુ કિંમતે વેચાણ કરતો પુછપરછ દરમ્યાન સિલિન્ડર ખરીદનારનું નામ ભાનુભાઈ ધામુભાઈ ચુનારા (ઉ.વ. 34, રહે. મકરપુરા જી.આઈ.ડી.સી) હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે વેચાણ કરનાર ચેતનકુમાર સુંદરલાલ ઈનાની (ઉ.વ. 48, રહે. માંજલપુર) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપી પોતાના આર્થિક લાભ માટે સરકાર દ્વારા નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવે LPG સિલિન્ડર વેચાણ કરતો હતો. જેના કારણે પોલીસ દ્વારા તેને ઝડપી પાડી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ કલમ 7 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપે કહ્યું-ઓવૈસી બંગાળમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે:ઓવૈસીએ કહ્યું- લોકો ગૂંગળાઈ રહ્યા છે, અમે ભાજપ- કોંગ્રેસ સિવાય એક નવો વિકલ્પ આપીશું
    Next Article
    રામનવમી પૂર્વે સાંથલ પોલીસ એક્શન મોડમાં:કાયદો અને વ્યવસ્થા જાળવવા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું, શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડક પગલાના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment