Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં 'મોદીઝ મિશન' પુસ્તક પર સંવાદ:કાયદાવિદ બરજિસ દેસાઈએ પ્રધાનમંત્રીના નેતૃત્વ પર ચર્ચા કરી

    2 days ago

    સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા 24 માર્ચ 2026ના રોજ “Modi’s Mission – In Conversation with Berjis Desai” શીર્ષક હેઠળ એક ઇન્ટરેક્ટિવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રખ્યાત કાયદા નિષ્ણાત બરજિસ દેસાઈ દ્વારા લિખિત પુસ્તક “Modi’s Mission” પર આધારિત હતો. આ સંવાદમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ, શાસનનાં દૃષ્ટિકોણ અને વિકાસના વિઝન વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અંદાજે 500 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ભારતના વિકાસ માર્ગ અને 'વિકસિત ભારત ૨૦૪૭' અંગે અર્થપૂર્ણ ચર્ચામાં જોડાયા હતા. સંવાદ દરમિયાન બરજિસ દેસાઈએ પોતાના પુસ્તકમાંથી મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. તેમણે નેતૃત્વ, નીતિ પરિવર્તન અને આધુનિક ભારતને આકાર આપતી દીર્ઘદૃષ્ટિ વિશે સમજ આપી હતી. દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “યુગપુરુષ” તરીકે રજૂ કરતાં જણાવ્યું હતું કે તેમનામાં કોઈ દિવ્ય શક્તિનો સંચાર છે. તેમણે માત્ર 8 વર્ષની નાની ઉંમરથી જ રાષ્ટ્રસેવામાં પ્રખર પ્રચારક તરીકે જોડાયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કચ્છના વિનાશકારી ભૂકંપ વખતે નરેન્દ્ર મોદીના ઉત્તમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કૌશલ્ય અને કાર્યક્ષમતાની પણ ચર્ચા કરવામાં આવી હતી. દેસાઈએ વડાપ્રધાન વિશે ઘણી અનકહી વાતો કરી હતી અને નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત અનુભવો પણ વર્ણવ્યા હતા, જે વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ પુસ્તક રાજકારણથી પરે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક રાજકારણી તરીકે નહીં, પરંતુ વ્યક્તિ તરીકે તેમની નિષ્ઠા, સેવાભાવ, વિચક્ષણ ક્ષમતા અને નેતૃત્વ પર પ્રકાશ પાડે છે. તેમણે જણાવ્યું હતું કે ઊંડા સંશોધનો બાદ હકીકતોને વાર્તાકીય ઢબે પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે. તેમના સંવાદ દ્વારા વિદ્યાર્થીઓને શાસન, નિર્ણયક્ષમતા અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ સમજ મળી હતી. પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન, તેમણે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પરથી મળતી તાત્કાલિક પ્રેરણા અને પુસ્તકોમાંથી મળતી ગહન તથા દીર્ઘકાલીન પ્રેરણા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે વિચારવિમર્શ અને શીખવાની એક સશક્ત તક બની રહ્યો, જેના દ્વારા તેમને દેશના વિકાસમાં પોતાના યોગદાન વિશે વિચારવા માટે પ્રબળ પ્રેરણા મળી. યુનિવર્સિટી મેનેજમેન્ટે ભવિષ્યમાં પણ આવા જ્ઞાનવર્ધક પ્રયાસો ચાલુ રાખવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અરવિંદ કેજરીવાલ ચાર દિવસ ગુજરાતના પ્રવાસે:આજે 4 વાગે અમરેલીમાં સભા, કહ્યું- કેન્દ્ર સરકારની નીતિથી દેશને ભોગવવું પડે છે, ટ્રમ્પની ગુલામી કરવાની શું જરૂર હતી
    Next Article
    N Sitharaman to Push 53 Amendments to Finance Bill: How It Will Impact You

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment