Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આતંકી હુમલા અને ભારતની કડક કાર્યવાહીની વણકહી વાર્તા:'ધ ટેરર રિપોર્ટ' પોલિટિકલ થ્રિલર ફિલ્મ હશે; એક્તા કપૂર અને સુધીર ચૌધરી ફિલ્મ બનાવશે

    2 days ago

    એક્તા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સ, એલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટ અને પત્રકાર સુધીર ચૌધરીની કંપની એસ્પ્રિટ પ્રોડક્શન્સ મળીને 'ધ ટેરર રિપોર્ટ' ફિલ્મ બનાવી રહ્યા છે. આ એક પોલિટિકલ થ્રિલર ફિલ્મ હશે. ફિલ્મમાં ભારતમાં થયેલા આતંકી હુમલાઓ અને તેના જવાબમાં દેશની કડક કાર્યવાહી દર્શાવવામાં આવશે. આ ફિલ્મનું ડિરેક્શન વિષ્ણુ વર્ધન કરશે. તે કારગિલ યુદ્ધ પર બનેલી 'શેરશાહ' ફિલ્મને પણ ડિરેક્ટ કરી ચૂક્યા છે. આતંકવાદ સામે ભારતની લડાઈ જોવા મળશે આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે. તેમાં ભારત પર થયેલા આતંકી હુમલાઓ અને તેના જવાબમાં દેશની કડક કાર્યવાહી દર્શાવવામાં આવશે. ફિલ્મમાં તપાસ એજન્સીઓની તપાસ, ગુપ્ત ઓપરેશન અને સામાન્ય લોકો સાથે જોડાયેલી ભાવનાત્મક વાર્તાઓ પણ જોવા મળશે. આ ફિલ્મને એકતા કપૂર, શોભા કપૂર, તનુજ ગર્ગ, અતુલ કાસબેકર અને સુધીર ચૌધરી પ્રોડ્યુસ કરી રહ્યા છે. સાબરમતી રિપોર્ટની સિક્વલ માનવામાં આવી રહી છે 'ધ ટેરર રિપોર્ટ'ને 2024માં આવેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ની સિક્વલ માનવામાં આવી રહી છે. આ ફિલ્મ સરહદ પારથી થતા આતંકવાદ સામે ભારતની લાંબી લડાઈને મોટા પડદા પર બતાવશે.
    Click here to Read More
    Previous Article
    How HP’s new IQ on-device assistant reimagines the AI interface on PCs
    Next Article
    કુવૈત એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો:ફ્યૂલ ટેંકમાં આગ લાગી; ઈરાકી ઉગ્રવાદી ગ્રુપે 23 અમેરિકી ઠેકાણા પર હુમલો કર્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment