Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાતાવરણ પલટાતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળ:ડીસા પંથકમાં વહેલી સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા, ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી

    2 days ago

    ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. થોડા દિવસો પૂર્વે થયેલા માવઠા અને વાવાઝોડાની અસર હજુ શમી નથી ત્યાં ફરી એકવાર આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતાં ખેતીના પાક પર જોખમ ઊભું થયું છે. વહેલી સવારથી જ સૂર્યનારાયણ વાદળોની ઓથે છુપાયેલા રહ્યા હતા અને વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી 2થી 3 દિવસ દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે ડીસા તાલુકાના ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાકને નુકસાનની ભીતિ ખેડૂતોના જણાવ્યા અનુસાર, જો આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ (માવઠું) પડે તો તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થઈ શકે તેમ છે. અગાઉના કમોસમી વરસાદને કારણે ખેડૂતો પહેલાથી જ આર્થિક ફટકો સહન કરી રહ્યા છે, ત્યારે ફરી એકવાર કુદરતી આફતની શક્યતાએ તેમની ઊંઘ હરામ કરી દીધી છે. હાલમાં ખેડૂતો પળેપળ બદલાતા હવામાન પર સતત નજર રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    હરીશ રાણાના અંતિમ સંસ્કાર કરાયા, ભાઈએ આપી મુખાગ્નિ:પિતાએ ભીની આંખે આપી વિદાય, 13 વર્ષથી કોમામાં હતો, સુપ્રીમ કોર્ટે દેશમાં પહેલીવાર ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી
    Next Article
    Delhi Government's ANMOL Scheme To Boost Newborn Healthcare, Improve Emergency Response

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment