Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોના મતોનું વિભાજન કરવા ખેલ ખેલાઈ રહ્યો છે:પ્રવીણ રામ:'સ્ટેજ પર ભાજપના કાર્યકરોની સક્રિયતા વધુ છે', કરપડાએ કહ્યું, ખેડૂતોનું મજબૂત સંગઠન બનતું જોઈને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે

    11 hours ago

    સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે નીકળેલી 'ખેડૂત સંકલ્પ યાત્રા' અત્યારે વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બની છે. તુલસીશ્યામથી પ્રારંભ થયેલી આ યાત્રા વિવિધ શહેરો અને ગામડાઓમાંથી પસાર થઈને જુનાગઢ જિલ્લાના કેશોદ પહોંચી છે. આ યાત્રાનો મુખ્ય આશય ખેડૂતોને એક મંચ પર લાવી, દેવા માફી, સિંચાઈનું પાણી અને પાકના પોષણક્ષમ ભાવ જેવા પાયાના મુદ્દાઓ પર બિન-રાજકીય સંગઠન ઊભું કરવાનો છે. યાત્રાના આયોજકો ખેડૂતોને મળીને નકલી બિયારણ, ખાતરની અછત અને વીજ કંપનીઓની મુશ્કેલીઓ સાંભળી રહ્યા છે અને આગામી દિવસોમાં ટ્રેક્ટર રેલી દ્વારા મજબૂત શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહ્યાં છે. જોકે આ યાત્રાની ગતિવિધિઓ પર હવે વિપક્ષી નેતાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે જેને કારણે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. પ્રવીણ રામે કહ્યું કે, ખેડૂતોના મતોનું વિભાજન કરવા ખેલ ખેલાઈ રહ્યો છે. જ્યારે તેના આક્ષેપ પર જવાબ આપતાં રાજુ કરપડાએ કહ્યું, ખેડૂતોનું મજબૂત સંગઠન બનતું જોઈને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. 'કેશોદની રાત્રી સભામાં માંડ 50 જેટલા લોકો હાજર હતા' AAPના નેતા પ્રવીણ રામ દ્વારા આ યાત્રા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દાવો કર્યો છે કે, આ યાત્રામાં સ્થાનિક ખેડૂતોની હાજરી નહિવત છે અને સભાઓમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકો જ જોવા મળે છે. પ્રવીણ રામે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કેશોદની રાત્રી સભામાં માંડ 50 જેટલા લોકો હાજર હતા. 'ખેડૂતોના મતોનું વિભાજન કરવા ખેલ ખેલાઈ રહ્યો છે' ​આ ખેડૂત સંકલ્પ યાત્રાને પ્રવીણ રામ દ્વારા એક 'રાજકીય ષડયંત્ર' તરીકે જોવામાં આવી રહી છે. રામ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, સત્તાધારી પક્ષના ઈશારે ખેડૂતોના મતોનું વિભાજન કરવા અને ખેડૂત નેતા તરીકેની નવી છાપ ઊભી કરવા માટે આ આખો ખેલ ખેલાઈ રહ્યો છે. ખેડૂતોને ગુમરાહ કરી અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. 'ડરી ગયા હોય તેમને જ રડવું આવતું હોય છે' પ્રવીણ રામે ખેડૂત નેતા રાજુ કરપડા સામે પ્રહાર કરતા કહ્યું કે, તે ગમે તેટલી વાર રોયા હોય પણ તેઓ ડગ્યા નથી અને ખેડૂતોની સાથે જ છે. જે લોકો ડરી ગયા હોય અથવા ડગી ગયા હોય તેમને જ રડવું આવતું હોય છે, પરંતુ સત્ય જનતા સમક્ષ મૂકવું એ એક જાગૃત વિપક્ષ તરીકે તેમની નૈતિક ફરજ છે. 'ગામડાઓના ખેડૂતોને મળીને તેમના પ્રશ્નો સાંભળ્યા' રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, ખેડૂત સંકલ્પ યાત્રા 19 માર્ચ 2026ના રોજ તુલસીશ્યામથી પ્રસ્થાન થઈ હતી અને તે કેશોદ પહોંચતા સુધીમાં અનેક ગામડાઓના ખેડૂતોને મળીને તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે. તેઓનું કહેવું છે કે તેઓ રાજકીય હોદ્દાઓ ત્યજીને ખેડૂતોની વચ્ચે આવ્યા છે અને જે તે સમયે પક્ષમાં હતા ત્યારે પણ ખેડૂતોના સમર્થનથી જ મજબૂત હતા. 'ખેડૂતોનું મજબૂત સંગઠન બનતું જોઈને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે' કરપડાએ જણાવ્યું હતું કે, તેઓ પોતે પ્રદેશ સ્તરના નેતા હતા પરંતુ પદ છોડીને ફરી ખેડૂતોના હિત માટે મેદાનમાં ઉતર્યા છે. '2000 કરોડના બજેટની જાહેરાત માત્ર વાતો પૂરતી જ રાખી' ​રાજુ કરપડાએ ખેડૂતોની સમસ્યાઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે, હાલમાં ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયેલા છે અને તેમને સિંચાઈનું પાણી મળતું નથી. બજારમાં નકલી ખાતર અને બિયારણનો રાફડો ફાટ્યો છે જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. વીજ કંપનીઓની દાદાગીરી પણ ચરમસીમાએ છે. આ યાત્રાના માધ્યમથી તેઓ દેવા માફી, પૂરતું સિંચાઈનું પાણી અને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ જેવા ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ખેડૂતોને સંગઠિત કરી રહ્યા છે. તેમણે ઘેડ પંથકના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સરકારે 2000 કરોડના બજેટની જાહેરાત માત્ર વાતો પૂરતી જ રાખી છે, હજુ સુધી જમીની સ્તર પર કોઈ કામ શરૂ થયું નથી. તેઓ આ મુદ્દે બિન-રાજકીય લડાઈ લડવા કટિબદ્ધ છે. સુદામડા ગામે ભવ્ય ટ્રેક્ટર રેલી સાથે યાત્રાનું સમાપન થશે ​આ યાત્રાના સમાપન વિશે માહિતી આપતા આયોજકોએ જણાવ્યું કે આગામી 24 માર્ચ 2026ના રોજ સુદામડા ગામે ભવ્ય ટ્રેક્ટર રેલી સાથે આ યાત્રાનું સમાપન થશે. અત્યાર સુધીમાં જે જે ગામોમાંથી યાત્રા પસાર થઈ છે ત્યાં ખેડૂત સમિતિઓની રચના કરવામાં આવી છે. 'ખેડૂતોના પ્રશ્નો માટે લડશે તે પાર્ટીને સપોર્ટ કરીશ'-કરપડા રાજુ કરપડાએ ઉમેર્યું કે, જો કોઈ રાજકીય પાર્ટી પ્રમાણિકતાથી ખેડૂતોના પ્રશ્નો માટે લડશે તો તેઓ તેવી પાર્ટીને સપોર્ટ કરવામાં અચકાશે નહીં. આમ, એક તરફ ખેડૂતોના પ્રશ્નો માટે બિન-રાજકીય લડાઈ લડવાનો દાવો છે, તો બીજી તરફ આ હિલચાલ પાછળ ચોક્કસ રાજકીય પક્ષનો હાથ હોવાના આક્ષેપોથી ગ્રામ્ય રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 'એક મજબૂત અને બિન-રાજકીય ખેડૂત સંગઠન ઊભું થશે' વધુમાં રાજુ કરપડાએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ખેડૂતોનો પ્રેમ તેમની સાથે હંમેશા રહ્યો છે અને રહેશે. તેઓ જ્યારે કોઈ પક્ષમાં નહોતા ત્યારે પણ ખેડૂતો તેમની સાથે હતા અને આજે પણ છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ એક મજબૂત અને બિન-રાજકીય ખેડૂત સંગઠન ઊભું થશે જે સરકાર સામે મજબૂતાઈથી પોતાની વાત રજૂ કરશે. 'ખેડૂતો જાગૃત થાય છે ત્યારે નેતાઓને ભય લાગે એ સ્વાભાવિક છે' પ્રવીણ રામના આક્ષેપો સામે લડત આપતા તેમણે કહ્યું કે, જ્યારે ખેડૂતો જાગૃત થાય છે ત્યારે નેતાઓને ભય લાગે એ સ્વાભાવિક છે. ખેડૂત સંકલ્પ યાત્રાના પડઘા હવે છેક પાટનગર સુધી સંભળાઈ રહ્યા છે ત્યારે આગામી ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોની તાકાત કેટલી હશે તે તો સમય જ બતાવશે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ સંગઠન ખેડૂતોના પ્રશ્નોનું ખરેખર નિરાકરણ લાવે છે કે પછી રાજકીય આક્ષેપબાજીમાં જ આખું આંદોલન અટવાઈ જાય છે.
    Click here to Read More
    Previous Article
    વકીલ ચપટી વગાડીને બોલ્યા, ‘એય…વગાડો’:‘ઓ ડિસ્ટ્રીક્ટ જજ, તમારે અહીં ના અવાય’; પેટ્રોલ પંપમાં ઈરાન-ઈઝરાયેલની જેમ લડ્યા!
    Next Article
    કૌભાંડ:લાંચ કેસની સાથે GMCના વાહન વેરાની બોગસ પાવતીનું કૌભાંડ ખુલવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment