Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૌભાંડ:લાંચ કેસની સાથે GMCના વાહન વેરાની બોગસ પાવતીનું કૌભાંડ ખુલવાની શક્યતા

    12 hours ago

    મહાપાલિકામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના લાંચ કેસની તપાસ દરમિયાન GMCના વાહન વેરાની બોગસ રીસીપ્ટનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. ડીલરના જે વાહનો આરટીઓમાં નોંધણી થયા હતા તેના નાણા મહાપાલિકામાં જમા થયા નથી. જોકે, આરટીઓમાં નોંધણી વખતે મહાપાલિકામાં વાહન વેરો જમા થયાની પાવતીઓ રજૂ થઇ હતી. જેના સેટલમેન્ટ માટે જ ઇનચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ટેક્સ કલેક્ટર ઉપેન્દ્ર સુતરીયાએ ફરિયાદી પાસેથી નાણા માંગ્યા હતા. એસીબી હવે આ દિશામાં પણ તપાસ કરી રહી છે વાહનની ખરીદીની સાથે જ રોડ ટેક્સ, ઇન્સ્યોરન્સ અને GMC વાહન વેરાના નાણા ડીલરને ત્યાં ભરવામાં આવતા હોય છે અને ત્યાંથી જ દરેક એજન્સીમાં તેમના નાણા જમા થતા હોય છે. આ કિસ્સામાં ડીલરને પાસેથી વાહનો ખરીદીને વેચાણ કરતા પેટા એજન્સીના માણસ દ્વારા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉપેન્દ્ર સુતરીયાએ સામેથી ફરિયાદીને ફોન કરીને તેના વાહનોના વ્હીકલ ટેક્સની રકમ જમા નહીં થઇ હોવાનું જણાવ્યું હતું અને તેની સામે ફરિયાદ કરવાની અને લાયસન્સ રદ કરવાની પણ ધમકી આપી હતી. જેના બદલામાં 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.એસીબી હવે પાવતી પ્રકરણમાં પણ ઉંડી તપાસ શરૂ કરશે. એસીબી દ્વારા આ મામલે ફરિયાદી પાસેથી વિસ્તૃત વિગતો લેવાશે. GMCમાં ટેક્સ ખાતાના અધિકારી- કર્મચારીઓની મીલી ભગતથી બોગસ પાવતીના આધારે અનેક વાહનો ટેક્સ ભર્યા વિના નોંધાયા હોવાની પણ શક્યતા છે. ઉપેન્દ્ર સુતરિયાને સસ્પેન્ડ કરાયા લાંચ કેસમાં પકડાયેલા ઇનચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ઉપેન્દ્ર સુતરીયાને મહાપાલિકા દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે. જે દિવસે લાંચ લેતા પકડાયા એ જ દિવસ એટલે કે 20મી માર્ચની અસરથી તેમને સસ્પેન્ડ કરાયા છે અને વાહન વેરા તથા વ્યવસાય વેરાના ટેક્સ કલેક્ટરનો ચાર્જ કૌશિક સોનીને સોંપાયો છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોના મતોનું વિભાજન કરવા ખેલ ખેલાઈ રહ્યો છે:પ્રવીણ રામ:'સ્ટેજ પર ભાજપના કાર્યકરોની સક્રિયતા વધુ છે', કરપડાએ કહ્યું, ખેડૂતોનું મજબૂત સંગઠન બનતું જોઈને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે
    Next Article
    "Trump Is Transactional, Doesn't Think Strategically": Former US NSA

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment