Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓફબીટ:સારું અને સાચું... રામ અને સત્ય…

    2 days ago

    સા ચું સ્વીકારવાનું હોય, સારું લગાડવાનું હોય. આ બંને વાક્યોને સમજતાં જે પસાર થઈ જાય છે તે જીવન છે. જે સારું લાગે છે એ બધું જ સાચું નથી હોતું! જે સાચું છે તે બધું જ સારું પણ નથી હોતું! સારું તરત પસાર થઈ જાય છે, સાચું સમય માંગે છે. સારું કૃષ્ણની જેમ એમના ગયા પછી વિરહ ભોગવે છે; સાચું ખુદને પણ વનવાસ અપાવે છે. સારું દરેક વખતે નથી મળતું અને સાચું મોટેભાગે ઓછું સહન થાય છે. જીવન બીજાને સારું લગાડવામાં પોતાના જ સત્યથી ઢાંકપિછોડો કરે છે. સત્ય કસોટીમાંથી પસાર થતું જ નથી; સત્ય સમજણને વખતોવખત મોડું સમજાય છે. પાણી સત્ય છે એમ તરસ પણ સત્ય છે. તરસને છિપાવવા પાણી સિવાયના વિકલ્પો સારા જ હોય છે પરંતુ, પાણીનું સ્થાન બીજા વિકલ્પો વારંવાર નથી લઈ શકતા! જીવનનું સત્ય અને સત્યનું જીવન કંઈક આવું જ છે. શ્રીરામના સત્ય આગળ શ્રીહનુમાનજીનું સત્ય પણ એટલું જ પ્રભાવક છે. શ્રદ્ધા વધુ બળુકી રીતે સત્યને પ્રગટ કરે છે. હનુમાનજી આશ્રિત છે પણ એમની શ્રદ્ધા સત્યની ગતિ પ્રમાણે ગતિ કરે છે. જીવનમાં શ્રીરામ જેવું સત્યનું પ્રેરકબળ હોય ત્યારે હનુમાનજીની જેમ આપોઆપ જીવનનાં બીજાં વળગણ અને આવરણ છૂટી જાય છે. સત્ય પ્રયાસથી નથી આવતું! પ્રયત્નો સત્યને હચમચાવી નથી શકતા! કટૂતા સત્યને ઢાંકી નથી શકતી! સત્ય હોય પછી શ્રદ્ધા આપોઆપ પ્રગટે છે. અનિવાર્ય હોય તો જ સત્ય બોલે છે. વિવેક એનો ગુણ છે, સરળતા સત્યનો શ્વાસ છે. વહેલું-મોડું આપણને લાગે છે, બાકી સત્ય સમયસર જ પ્રગટે છે. વફાદાર હોવું અને સત્યને વળગી રહેવું – એ બંને પણ જુદાં જ છે. વફાદારી તો લંકામાં પણ હતી, સત્યને વળગી રહેવાની ટેક શ્રી રામની સેનામાં હતી. જીવનમાં લંકાનું છળકપટ ડગલે ને પગલે છે. સત્યની કાયાપલટ શ્રદ્ધા અને ધૈર્ય માંગે છે. સત્યનો વિરોધ થતો જ નથી; અસત્યની માયાજાળ ભ્રામક ગૂંગળામણ પેદા કરે છે. સત્ય પાસે નીડરતા અને સ્થિરતા છે, એકાગ્રતા છે. ડગમગ થાય તે સત્યનું આસન ન હોય! વંટોળ પછીના પવનમાં અસ્તિત્વના અવાજની સુગંધ હોય છે. હિમાલયની મક્કમતા સત્યના પાયામાં છે. જાતથી નિર્ણય લીધા પછી પાછીપાની કરવાનું મન ન થાય એમાં નિર્ણય અને સત્ય બંનેનું સ્વમાન છે. જીતી જવું – સત્યને ગમતું નથી, પણ જે આપોઆપ પલ્લું નમેલું કરી આપે છે તે સત્ય છે. સત્ય બીબાંઢાળ ન હોવું જોઈએ, સત્ય નિત્યનૂતન હોવું જોઈએ. સત્ય વર્તમાનને વધુ દૃઢ બનાવે છે. સાચા હોઈએ ત્યારે ઈશ્વરથી પણ બીક રાખવાની જરૂર નથી. પાંગળું હોય તે સત્ય ન હોઈ શકે. નિરાધાર લાગતું સત્ય જ ખરેખર તો માણસનો ખરેખરો ટેકો છે. અમાપ શક્યતાઓ સાથે વિસ્તરે તે સત્ય. જે સત્યને પચાવે છે તે કાળને પણ હચમચાવે છે. જે ગેરસમજ ઊભી કરે છે તે સત્ય નથી. આપણું સત્ય ઘણીવાર સામેવાળાના સત્ય સાથે ગૂંગળાતું અનુભવાય. દરેકને એક સમયે ખુશ નથી રાખી શકાતા! સારું લગાડવા અને દેખાવવા માટે મહેનત ન કરવી પડે ત્યારે તમામ ખુલાસા અને સાબિતી ભોંઠાં પડી જાય છે. સત્ય વર્તમાનને સહન થઈ જાય ત્યારે સમજવું કે ભવિષ્યનું શુભ હાથવેંતમાં જ છે. વિવેક, અદબ, સહજ– આ શબ્દો સત્યનાં ઘરેણાં છે. સાદગીમાં જે વધુ નિખરે છે તે સત્ય છે. અધિકાર ત્યજવામાં સત્યને વધારે આનંદ આવે છે. ભ્રમમાં રહેવું અને ભ્રમમાં રાખવા– સત્યને આવડતું જ નથી! સાથે ચાલનારાં ભિન્ન મતનાં હોઈ શકે છે. પહોંચવા માટે સહારો અલગ-અલગ લઈ શકાય પણ આંખો સામે જે અંતિમ પળે જીવાય છે તે સત્ય જ છે. સત્યના રસ્તે ચાલવું અને સત્યને સાથે રાખીને ચાલવું એમાં તફાવત માત્ર સમજણની માત્રાનો છે. શ્રીરામના જન્મની સાથે જ સત્યને આકાર મળ્યો. સત્યને ચહેરો હોય? હોય. એની ચમકમાં દુનિયાનો ભલભલો સ્વભાવ આવી જાય. રામને જે વિતાવવું પડ્યું એની ફરિયાદ ક્યારેય એમણે નથી કરી. જે સત્યને પિછાણે છે તેની પાસે અજંપો અને ફરિયાદ ઓછી જ હોવાની! ચૂપ રહેવાના પૈસા આપતા જમાના પાસે સાચું સાંભળવાની અપેક્ષા રાખવી એ સાહસ છે. સાહસના મૂળમાં સત્ય જ છે. બાળકો આંખો સામે મોટાં થાય ત્યારે આપણે એમની પાસે શું અપેક્ષા રાખવી જોઈએ? સત્ય પાસે એટલી અપેક્ષા રાખવી વાજબી જ છે કે એ આપણને સંતાનોની જેમ ઘરડાં ન સમજે અને જલ્દી ઘરડાં ન કરે! ઉંમરની વાડ ઓળંગીએ ત્યારે સત્યનો મેવાડ મીરાં જેટલો જ નજદીક લાગે છે. ઑન ધ બીટ્સ એને મળ્યા છતાંય કોઈ વાત ના થઈ, ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા. - ‘આદિલ’ મન્સૂરી
    Click here to Read More
    Previous Article
    અક્ષરનો અજવાસ:મનમોહક માધવરાયની જોડી જાડેરી જાન,માધવપુરમાં પધાર્યા આજ મોંઘેરા મે’માન..
    Next Article
    તવારીખની તેજછાયા:સ્વરાજથી સમતા સુધી: સંઘર્ષ એક, આયામ અનેક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment