Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેઈનબો:મહાદેવી વર્મા : હિન્દી સાહિત્યના વિશાળ મંદિરની સરસ્વતી

    11 hours ago

    રક્ષા શુક્લ કો લેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા મહાદેવીને વિચાર આવેલો કે બૌદ્ધ ભિક્ષુણી બનવું. બધી મિલકત દાન પણ કરી દીધી. નક્કી થયા મુજબ ભારત આવતા કોઈ ભિક્ષુને નૈનિતાલમાં મળ્યા અને જોયું કે ત્યાં અંગ્રેજો જેવો ઠાઠમાઠ હતો. ભિક્ષુ અને આ ઠાઠમાઠ! નવાઈ તો લાગી. પણ મહાદેવીજી મળવા ગયાં. સિંહાસન પર બેઠેલા એક ગુરુજીએ પોતાનો ચહેરો પંખાથી ઢાંકી રાખ્યો હતો. વારંવાર ચહેરો જોવા પ્રયત્ન કર્યો પણ દરેક વખતે ગુરુજી ચહેરો ઢાંકી દેતા હતા. ગુરુનો ચહેરો જોવા ન મળ્યો. એના મંત્રી તેને બહાર સુધી મૂકવા આવ્યા ત્યારે એ બાબતે મહાદેવીએ કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે ‘તે સ્ત્રીનું મ્હોં જોતા નથી.’ મહાદેવીએ સ્વભાવ મુજબ સ્પષ્ટ કહી દીધું કે ‘આવી નિર્બળ વ્યક્તિને અમે ગુરુ નહીં બનાવીએ. આત્મા ન તો સ્ત્રી છે, ન તો પુરુષ. ફકત માટીના શરીરને જ આટલું મહત્ત્વ કે આ જોવાય અને આ ન જોવાય?’ તેઓ ભિક્ષુ બન્યા વગર પાછાં ફર્યાં. પછી એમણે હિન્દી ભાષાને દોમદોમ રળિયાત કરી. સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, સૂર્યકાંત ત્રિપાઠી અને મહાદેવી વર્મા હિન્દી સાહિત્યના છાયાવાદી યુગના મુખ્ય ચાર સ્તંભ ગણાય છે. મહાદેવીના પરિવારમાં બસો વર્ષથી કોઈ દીકરી જન્મી ન હતી. એટલે લાડકોડમાં ઉછરેલાં. સાત વર્ષની નાની ઉંમરે લખવાનું શરૂ કરતા મહાદેવી શાળાનો અભ્યાસ પૂર્ણ કરે તે પહેલાં તો સાહિત્યજગતમાં પ્રખ્યાત થઇ ગયાં હતાં. તેમની કાવ્યપંક્તિ દ્વારા તેમનો કવયિત્રી મિજાજ જોઇએ: ‘મેરી આહેં સોતી હૈ ઈન ઔઠોં કી સૌટો (છાયા)મેં, મેરા સર્વસ્વ છીપા હૈ ઈન દીવાની ચૌટો મેં…’ શબ્દોના ભરતગૂંથણ કરનાર આ મહાન લેખિકાને નિરાલાજીએ ‘હિન્દીના વિશાળ મંદિરની સરસ્વતી’ કહ્યું હતું કે ‘શબ્દોને અદભુત રીતે ચિતરનારી અને ભાવોને ભાષાની સખી બનાવતી એકમાત્ર સર્વશ્રેષ્ઠ સૂત્રધાર મહાદેવીમાં સાહિત્યની એ ઉપલબ્ધિ છે જે યુગો પછી એકાદ જ જન્મે. વર્ષો પહેલાં લખાયેલી મહાદેવીની કવિતા વાચકને એ જ સાદગીભરી દુનિયામાં લઈ જાય છે જ્યાં એક યુવતીને મૂંગા માણસનું દર્દ મહેસૂસ કરવા તેના બોલવાની રાહ નથી જોવી પડતી જેને વાચક પણ અનુભવી શકે છે.’ એમણે સમયાનુરૂપ સંસ્કૃત અને બંગાળી ભાષાના શબ્દો લઈને હિન્દીમાં ઢાળી અને કોમળ શબ્દાવલિનો વિકાસ કર્યો. એમનાં ગીતોમાં જોવા મળતા નાદ-સૌંદર્ય અને પૈની (કાતિલ) ઉક્તિઓની વ્યંજના શૈલી બીજે મળવી મુશ્કેલ છે. પોતાના જીવનની શરૂઆત અધ્યાપનથી કરી અંત સુધી પ્રયાગ મહિલા વિદ્યાપીઠના પ્રધાનાચાર્ય બની રહ્યાં. બાળવિવાહ થયેલાં પરંતુ અવિવાહિત જીવન જીવ્યાં. વળી સંગીત અને ચિત્રમાં પણ કુશળ હતાં. તેમણે નૌહાર, રશ્મિ, નીરજા, સાંધ્ય ગીત, દીપશિખા, યામા, સપ્તપૂર્ણા, અતીત કે ચલચિત્ર, સ્મૃતિ કી રેખાયેં, સ્મારિકા, દૃષ્ટિબોધ, નિલાંબરા, આત્મિકા, વિવેચનાત્મક ગદ્ય, ક્ષણદા જેવાં પુસ્તકો લખ્યાં છે. નૈનિતાલથી 25 કિ.મી. દૂર રામગઢના ઉમાગઢમાં તેમણે એક બંગ્લો બનાવ્યો હતો, જે આજે મહાદેવી સાહિત્ય સંગ્રહાલય તરીકે ઓળખાય છે. ત્યાં રહીને તેમણે સ્ત્રીજાગૃતિ, સ્ત્રી શિક્ષણ અને આર્થિક નિર્ભરતા માટે કામ કર્યું હતું. 1936માં તેઓને ‘નીરજા’ માટે સેકસરિયા પુરસ્કાર (હિન્દીનો સાહિત્યિક પુરસ્કાર), 1940માં ‘યામા’ માટે મંગલાપ્રસાદ પારિતોષિક, 1982માં ‘માયા’ અને ‘દીપશિખા’ માટે સાહિત્યનો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત થઇ ચૂક્યા હતા. ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય હોવા ઉપરાંત ડી. લિટ્ટ જેવાં સન્માનો પ્રાપ્ત છે. ભારત સરકારે પદ્મવિભૂષણની ઉપાધિથી નવાજ્યાં. તેઓ સાહિત્ય અકાદમીના પ્રથમ મહિલા સભ્ય હતાં. તેમનું વ્યક્તિગત દુઃખ સમષ્ટિગત ગંભીર વેદના રૂપે કાવ્યોમાં ઢળવા લાગ્યું. પાડોશની એક વિધવાના જીવનથી પ્રભાવિત થઈને તેમણે વિધવા કે અબળા જેવાં શીર્ષકથી શબ્દોચિત્રો લખ્યાં હતાં. તેઓ કહેતાં, ‘માની પૂજા અને આરતીના સમયે સાંભળેલાં સૂરદાસ, તુલસી કે મીરાંનાં ગીતો મને ગીતરચના માટે પ્રેરિત કરતા.’ અલ્હાબાદમાં પ્રયાગ વિદ્યાપીઠ અને રંગવાણી નાટ્ય સંસ્થા મહાદેવીનાં સર્જનો હતાં. ચાંદ અને સાહિત્યકાર જેવાં સામયિકનું તેમણે સંપાદન પણ કર્યું હતું. જેમ કે, મહાન અસ્તિત્વવાદી ફિલસૂફ, કવિ અને મનોવિજ્ઞાની કિયર કારગો સતત ગમગીનીમાં રહેતા, એવું જીવવું એમને ગમતું તેમ મહાદેવીને પણ સુખની સરખામણીમાં દુઃખ વધુ પ્રિય હતું. ખાસ વાત એ કે એમની રચનાઓમાં વિષાદનો એ ભાવ નથી જે વ્યક્તિને કુંઠિત બનાવી દે પરંતુ ત્યાગ અને સંયમની પ્રબળતા વહેતી કરે છે, જે પીડાને પણ પર્વ બનાવે છે. ગૂગલે 2018માં ‘Celebrating Mahadevi Varma’ શીર્ષકથી ડૂડલ બનાવી તેમને સમર્પિત કર્યું હતું. પંખીની જેમ આકાશમાં ઉડાન ભરતી આ કવયિત્રીની જેમ આવો, આપણે ધરતી સાથે પણ જોડાયેલાં રહીએ. ઇતિ બે લોકોનું સ્થાન સ્વર્ગથી પણ ઉપર રહેલું છે. (1) સત્તા હોય છતાં દયાળુ હોય (2) ગરીબ હોવા છતાં ઉદાર હોય. - એમર્સન
    Click here to Read More
    Previous Article
    Sameera Reddy, Akshai Varde recall their first ‘fun’ meeting: ‘He thought I was Lara Dutta!’
    Next Article
    અક્ષરનો અજવાસ:મનમોહક માધવરાયની જોડી જાડેરી જાન,માધવપુરમાં પધાર્યા આજ મોંઘેરા મે’માન..

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment