Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:નવાગામમાં ઘરમાં ઘૂસી પાંચ શખ્સે યુવકને ઉઠાવ્યો, કારમાં બેસાડી બેફામ મારકૂટ કરી

    12 hours ago

    રાજકોટ | રાજકોટ નજીકના નવાગામમાં પ્રેમસંબંધના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 5 શખ્સએ રાત્રે ઘરમાં ઘૂસી યુવકને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું અને રસ્તામાં મારકૂટ સાથે પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ફરિયાદી શ્યામભાઈ મુકેશભાઈ છૈયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મોટા ભાઈ રામભાઈ આરોપી ઈશ્વરભાઈની પુત્રી સાથે પ્રેમસંબંધમાં હોવાથી બંને ઘરેથી નીકળી ગયા હતા. ગઈરાત્રે ઈશ્વર, મૌલિક, વિવેક અને બે અજાણ્યા શખ્સ સફેદ સ્વિફ્ટ કારમાં આવી દરવાજો ખખડાવી યુવકને બહાર બોલાવી ગાળો આપી “તારો ભાઈ ક્યાં છે?” કહી મારકૂટ શરૂ કરી હતી. ત્યારે માતા, દાદી બચાવવા દોડી આવ્યા હોવા છતાં આરોપીઓએ યુવકને જબરદસ્તી કારમાં બેસાડી લઈ ગયા હતા. કારમાં બેઠા બાદ આરોપીઓએ સતત ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં રહ્યા હતા. આરોપીઓ યુવકને રાજપરા, નારણકા, લોઠડા, ખોખડદળ તરફ લઈ જઈ શુભ ચોકડી પાસે તેના ભાઈના મિત્ર રાહુલના ઘરે લઈ જવા દબાણ કર્યું હતું, પરંતુ ઘર બંધ મળતાં તેઓ પરત ફર્યા હતા. માર્ગમાં યુવકના ફોનથી તેના પિતાને કોલ કરાવી ધમકી આપી, નવાગામ રોડ પર ઉતારી કાર લઈ ફરાર થઈ ગયા હતા. કારનો નંબર GJ-12-DM-1720 હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:પીડિતાનું 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન, મેડિકલ પરીક્ષણ કરાવાયું
    Next Article
    Surat Crime News | સુરતના ઉધનામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો | Surat Police | Theft News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment