Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:મોરિશિયસમાં મહારાષ્ટ્ર ભવનની વિસ્તારિત વાસ્તુની પાયાભરણી

    10 hours ago

    મહારાષ્ટ્ર અને મોરિશિયસ વચ્ચે મૈત્રીના સંબંધ પેઢી દર પેઢી હોઈ સાત સમુદ્રપાર વસવાટ છતાં અહીંના મહારાષ્ટ્રના રહેવાસીઓએ પોતાની સાંસ્કૃતિક નાળ અત્યંત અભિમાનથી જતન કરી છે એમ ભાજપ મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ રવીંદ્ર ચવ્હાણે જણાવ્યું હતું. મોરિશિયસના મોકા ખાતે મહારાષ્ટ્ર ભવનની વિસ્તારિત વાસ્તુની પાયાભરણી થઈ. મુખ્ય મંત્રી દેવેંદ્ર ફડણવીસની આગેવાનીમાં આ વાસ્તુના વિસ્તાર માટે રૂ. 8 કરોડનું ભંડોળ અપાયું છે.ચવ્હાણની આગેવાનીમાં બે દિવસીય મુલાકાતમાં ઉચ્ચ સ્તરીય મોવડીઓ સાથે મુલાકાત લઈને ભારત -મોરિશિયસ વચ્ચે સંબંધ વધુ દ્રઢ બનાવાયો છે. આ મુલાકાતમાં મોરિશિયસના રાષ્ટ્રાધ્યક્ષ ધરમબીર ગોખુલના સરકારી નિવાસસ્થાનની પણ ચવ્હાણે સદિચ્છા મુલાકાત લીધી હતી. આ સમયે બે દેશ વચ્ચે મૈત્રી, બ્લુ ઈકોનોમી, પર્યટન અને એઆઈ તથા સાઈબર સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાવિચારણા થઈ હતી. મોરિશિયલ ભારતનો નાનો ભાઈ છે, એમ કહીને રાષ્ટ્રાધ્યક્ષે વડા પ્રધાન નરેંદ્ર મોદી અને ફડણવીસનાં કામોની સરાહના કરી હતી. ઉપરાંત ભારતના સહકાર માટે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી.આ સાથે મોરિશિયસના વિદેશ મંત્રી ધનંજય રામફુલ, આઈટી અને ઈનોવેશન મંત્રી ડો. અવિનાશ રામતોહુલ અને સાંસ્કૃતિક મંત્રી મહેંદ્ર ગોંદિયા સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો પાર પડી હતી. ડો. રામતોહુલે ફર્ગ્યુસન કોલેજમાં તેમના શિક્ષણની યાદ અપાવીને એઆઈ પર તેમણે લખેલું પુસ્તક ભેટમાં આપ્યું. મહારાષ્ટ્રની રેશનિંગ વ્યવસ્થાની સ્તુતિ મહારાષ્ટ્રની રેશનિંગ વ્યવસ્થામાં જીપીએસ ટેકનોલોજી દ્વારા પારદર્શકતા લાવવાના નિર્ણયની તેમણે ખાસ સ્તુતિ કરી હતી. આ જ રીતે મોરિશિયસને આફ્રિકા માટે એઆઈ ક્ષેત્રનું પ્રવેશદ્વાર બનાવવા ભારતનો સહયોગ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. આ સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાન, લાઈબ્રેરી, જાગરી નૃત્યનું યુનેસ્કો નામાંકન જેવા મુદ્દાઓ પર પણ હકારાત્મક ચર્ચા થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Sri Lanka President discusses West Asia situation with PM Modi
    Next Article
    સ્માર્ટ બસ સેવાનો ભવ્ય પ્રારંભ:મહારાષ્ટ્રમાં ટેક્નોલોજીથી સજ્જ 3000 એસટી બસો શરૂ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment