Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નહેરોમાં રઝળતી 3000 ગણેશ પ્રતિમાઓનું પુનઃ વિસર્જન:શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકોએ મગદલ્લા ઓવારા ખાતે શ્રદ્ધાપૂર્વક કર્યું.

    1 day ago

    ગણેશોત્સવ દરમિયાન ડિંડોલી-ખરવાસા વિસ્તારની નહેરોમાં 3,000થી વધુ ગણેશજીની અર્ધવિસર્જિત પ્રતિમાઓ મળી હતી. શ્રી માધવ ગૌશાળાના 200થી વધુ ગૌસેવકોએ આ પ્રતિમાઓને બહાર કાઢી. બાદમાં, તમામ પ્રતિમાઓનું મગદલ્લા ઓવારા ખાતે શ્રદ્ધાપૂર્વક પુનઃવિસર્જન કરવામાં આવ્યું. સંસ્થાના સંસ્થાપક આશિષ સૂર્યવંશીએ જણાવ્યું કે, ગૌશાળા છેલ્લા 10 વર્ષથી યોગ્ય વિસર્જન માટે જનજાગૃતિ કરી રહી છે. સંસ્થાએ ગણેશભક્તોને નહેરો કે ગંદા પાણીમાં પ્રતિમાઓ ન પધરાવવા અપીલ કરી છે. તેમણે માટીની અને પર્યાવરણમિત્ર ગણેશજીની મૂર્તિઓ અપનાવી યોગ્ય રીતે વિસર્જન કરવા જણાવ્યું. આ કામગીરી દરમિયાન ગૌસેવકોએ શ્રમદાન આપ્યું. તેમણે પ્રતિમાઓને નહેરોમાંથી બહાર કાઢી, એકત્રિત કરી અને નેશનલ ફાઇટર ક્લબના સહયોગથી મગદલ્લા ઓવારા ખાતે પુનઃવિસર્જન કર્યું. આ સમગ્ર કામગીરી સંસ્થાએ પોતાના ખર્ચે અને કોઈપણ સરકારી મદદ વિના પૂરી કરી.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ધારાસભ્યએ MVCC કેબલ બદલવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું:₹50.87 કરોડના ખર્ચે વીજળીની સમસ્યા દૂર કરવા 70% કામ પૂરું
    Next Article
    ગીતા સમોસાની કચોરીમાંથી નીકળ્યો મકોડો:અમદાવાદના બોપલમાં ગ્રાહકે વીડિયો બનાવ્યો, કર્મચારીએ પણ સ્વીકાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment