Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાપુરમાં બલેનો કારચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો:શહીદ ચોક પાસે રોંગ સાઈડમાં એક પછી એક બે ગાડીઓનો ટક્કર મારી, એક ઇજાગ્રસ્ત

    3 days ago

    અમદાવાદમાં વાનહ ચેકિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ રોંગ સાઈડ આવતા વાહનો સામે ડ્રાઈવની મોટી વાતો શહેર પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ દિન પ્રતિદિન રોંગ સાઇડમાં વાહન ચલાવવા અને દારૂ પીને વાહન ચલાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વસ્ત્રાપુરમાં શહીદ ચોક પાસે દારૂના નશામાં રોંગ સાઈડમાં કાર ચલાવી અકસ્માતની ઘટના સામે આવી છે. રોંગ સાઈડમાં વાહન હંકારીને બે જેટલી કારને ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. જેના પગલે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. સવારના સમયે બનેલી આ ઘટનાને લઈ દારૂ પીને વાહન ચલાવનારા તેમજ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો સામે કાર્યવાહીના દાવા પોકળ સાબિત થયા છે. રોંગ સાઇડમાં આવતા કારચાલકે બે કારને અડફેટે લીધી શહેરના ન્યુ વાસણા વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્કમાં રહેતા નિરવભાઈ ઠક્કર વહેલી સવારે પોતાની વેગેનાર ગાડી જે ટેક્સી તરીકે ચલાવે છે તેને લઈને પેસેન્જરને લેવા માટે વસ્ત્રાપુર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે શહીદ ચોક પાસે રોંગ સાઈડમાં એક બલેનો ગાડી આવતી હતી. કારચાલકે નિરવભાઈની ગાડીને આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ત્યાર બાદ તેમની પાછળ આવતી બીજી એક ગાડીને પણ સામેથી ટક્કર મારી દીધી હતી, જેથી ગાડી રોકાઈ ગઈ હતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કારચાલકને બહાર કાઢ્યો હતો. પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો કારચાલકે રોંગ સાઈડમાં આવી અને અકસ્માત કર્યો હતો, જેથી લોકોએ કારચાલકને પકડી રાખ્યો હતો અને તેને તપાસતા નશાની હાલતમાં હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને આ બાબતે તપાસ કરતા કારચાલકનું નામ ગજેન્દ્ર પાટીદાર (રહે સુખ-શાંતિ અપાર્ટમેન્ટ, ચાંગોદર) હોવાનું જણાવ્યું હતું. આરોપી નશાની હાલતમાં હતો જેથી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે નિરવભાઈની ફરિયાદ લઈને દારૂ પીધેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કોણ જીતશે ગુજરાતની 'સેમીફાઈનલ'?:દિવ્ય ભાસ્કરનો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026નો મેગા સરવે, આપો તમારો ઓપિનિયન
    Next Article
    સારંગપુર માર્કેટમાં આગ:ત્રીજા માળે આગથી ફેલાયેલા ધૂમાડામાં ફસાયેલા 4 વ્યક્તિઓનું હાઇડ્રોલિક સિડીથી ફાયર જવાનોએ રેસ્ક્યુ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment