Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના પીપલગભણ ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો:વિકાસ કાર્યો ન થતા ગ્રામજનોમાં રોષ, 'વોટ નહીં તો સુવિધા નહીં'

    14 hours ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પીપલગભણ ગામે વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો કર્યો છે. ગામમાં પાયાની સુવિધાઓના અભાવના આક્ષેપ સાથે ગ્રામજનોએ એકસૂરે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. ગામના જાહેર માર્ગો પર 'સુવિધા નહીં તો વોટ નહીં' ના બેનરો લગાડવામાં આવ્યા છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચ્યો નથી. પીપલગભણ ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પીવાના પાણીની સમસ્યા વર્ષોથી યથાવત છે. 'નળ સે જલ' યોજના હેઠળ નવી ટાંકી અને ઘર સુધી નળ જોડાણની કામગીરી પૂર્ણ ન થતા મહિલાઓને હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત, સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓ માટેની મહત્વની 'માતૃ વંદના યોજના' નો લાભ મેળવવામાં પણ ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. ગામના આંતરિક રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટના અભાવે રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે, જેના કારણે સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ગામમાં ઠેર-ઠેર લાગેલા બેનરોએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની પાયાની જરૂરિયાતો સંતોષવામાં નહીં આવે અને લેખિત ખાતરી નહીં મળે, ત્યાં સુધી તેઓ મતદાન પ્રક્રિયાથી દૂર રહેશે. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે કે કેમ અને રાજકીય નેતાઓ આ મામલે શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    UCC બિલ ગૃહમાં બહુમતીથી પાસ, દેશનું બીજું રાજ્ય બન્યું:વિધાનસભામાં હલાલા પ્રથા, ધર્મેન્દ્રના બીજા લગ્નની ચર્ચા, ઇટાલિયાએ માફી માંગી, વસિયત ના હોય તો સંપત્તિમાં પેરેન્ટ્સનો પણ ભાગ
    Next Article
    અછતની અફવા ફેલાવનાર રાજકોટ પેટ્રોલ-ડીઝલ એસો.ના પ્રમુખ સામે ફરિયાદ:પેટ્રોલ પંપ 'ડ્રાય' થઈ ગયાનું નિવેદન આપતા લોકોમાં ડર ફેલાયો અને પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment