Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિન્દુ કો લાત મારો, હિન્દુ કોઈ ધર્મ નહીં:શારદાપીઠ કોલેજના પ્રોફેસરે મૂકેલા કથિત વિડીયો સામે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ, કડક કાર્યવાહીની માંગ

    19 hours ago

    દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સંચાલિત શારદાપીઠ કોલેજના પ્રોફેસર પ્રકાશ વણકરની કથિત હિન્દુ વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. શારદાપીઠ કોલેજના ઇકોનોમિક્સના એસોસિએટ પ્રોફેસર પ્રકાશ વણકર પર હિન્દુ ધર્મ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ મૂકવાનો આરોપ છે, જેના પગલે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રોફેસર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો પોસ્ટ કર્યો શારદાપીઠ કોલેજના પ્રોફેસર પ્રકાશ વણકરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં લખેલું હતું " હિન્દુ કો લાત મારો, હિન્દુ કોઈ ધર્મ નહીં". આ વિડીયોમાં એક કથાવાચકનું નિવેદન કટ કરીને મૂકવામાં આવ્યું હતું અને સાથે જ માહિતી આપવામાં આવી હતી કે ચારે વેદોમાં સનાતન શબ્દ નથી અને બૌદ્ધ ધર્મે સનાતન શબ્દ આપ્યો છે. હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ આ ઘટનાના વિરોધમાં આજે દ્વારકાના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી બાદ સંગઠનના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સંગઠનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત વ્યક્તિ દ્વારા કોઈપણ ધર્મ કે સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડતી પ્રવૃત્તિઓ અયોગ્ય છે. આવા નિવેદનો અને પોસ્ટો સમાજમાં વૈમનસ્ય અને તણાવ પેદા કરી શકે છે. તેથી, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠનોએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે: પ્રોફેસરની માનસિકતાની ઊંડી તપાસ થવી જોઈએ : હિન્દુ સંગઠનના પ્રમુખ આ ઘટનાને લઈને શહેરમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા આ મામલાની નોંધ લેવામાં આવી છે અને જરૂરી તપાસ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. હાલ સમગ્ર પંથકની નજર આ મામલે આગળ શું પગલાં લેવાશે તેના પર છે. હિન્દુ સંગઠનના પ્રમુખ ગિરધર જોશીએ આક્ષેપ કર્યો હતો કે, કોલેજમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ હિન્દુ સમાજના હોવા છતાં આવા વિચારો ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ ચિંતાજનક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રોફેસરની માનસિકતા અને સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિઓની ઊંડી તપાસ થવી જોઈએ અને જવાબદારી નિર્ધારિત કરીને યોગ્ય પગલાં લેવામાં આવે. કોલેજના મુખ્ય ટ્રસ્ટી શંકરાચાર્યજીને આવેદનપત્ર મોકલાયું છે : કોલેજના પ્રિન્સિપાલ સમગ્ર મામલે શારદાપીઠ કોલેજના પ્રિન્સિપાલ ડો.સંદીપ વાઢેરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવ્યું છે અને આ કોલેજ ટ્રસ્ટની હોય, આ આવેદનપત્ર કોલેજના મુખ્ય ટ્રસ્ટી શંકરાચાર્યજીને સુપ્રત કરવામાં આવશે. જેમાં શંકરાચાર્યજી દ્વારા જે કંઈ પગલા લેવાશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રામનવમીના તહેવારને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલેન્સ:માંડવી ચાર દરવાજા એરિયામાં JCP સાથે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, શોભાયાત્રાઓને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
    Next Article
    UCC Bill in the House Verbal clash over introduction | UCC વિધેયક ગૃહમાં રજૂઆત અંગે થઈ શાબ્દિક ટકરાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment