Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનવમીના તહેવારને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલેન્સ:માંડવી ચાર દરવાજા વિસ્તારમાં જોઇન્ટ પોલીસ કમિશનર અને પોલીસ સ્ટાફે ફૂટ પેટ્રોલિંગ કર્યું, શોભાયાત્રાઓને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે

    2 days ago

    વડોદરા શહેરમાં આગામી રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેને લઈને સીટી પોલીસ સ્ટેશન તથા કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નિકળનાર શોભાયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તથા જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ, લૉ એન્ડ ઓર્ડર) નિલેષ જાંજડિયાની અધ્યક્ષતામાં ડીસીપી ઝોન-04 એન્ડ્રુ મેકવાન, એસીપી જી-ડિવિઝન એમ.પી. ભોજાણી, સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. ચૌહાણ, સેકન્ડ પીઆઈ કે.ડી. માંગરોલિયા તેમજ કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે. પાંડવ, સેકન્ડ પીઆઈ બી.આર. ગૌડ અને અન્ય પોલીસ સ્ટાફની હાજરીમાં વ્યાપક બંદોબસ્ત ગોઠવાયો હતો. શોભાયાત્રાનો રૂટ કુંભારવાડા પોલીસ સ્ટેશનથી શરૂ કરી બેલબજાર નાકા, હાથીખાના, અલીફનગર ત્રણ રસ્તા, ફતેપુરા ચાર રસ્તા, અડાણીયા પુલ ચાર રસ્તા અને ચાંપાનેર દરવાજા થઈ માંડવી દરવાજા સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોમી એકતા જળવાઈ રહે તે માટે મહોલ્લાના આગેવાનો અને એફ.ઓ.પી.ના સભ્યોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શોભાયાત્રાના રૂટ પર આવેલા હોરાઇઝન પોઇન્ટ્સ અને મકાનોનાં ધાબા ઉપર ડ્રોન દ્વારા સર્વેલન્સ રાખી ચેકિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોડકદેવ-મોટેરાના બે પ્લોટ વેચાણથી રૂ. 260 કરોડની આવક AMCને થશે:પાંચ વર્ષમાં ફોગીગ પાછળ કરોડોનો ખર્ચ, મચ્છરોનો ત્રાસ અને રોગચાળો હજુ પણ યથાવત
    Next Article
    રૂસ્તમભાઈ પીલુડીયા સુરેન્દ્રનગર લઘુમતી મોરચાના કાર્યાલય મંત્રી:ભાજપે સુરેન્દ્રનગર-વઢવાણ શહેર માટે નિમણૂક કરી, આગેવાનોએ અભિનંદન પાઠવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment