Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોડકદેવ-મોટેરાના બે પ્લોટ વેચાણથી રૂ. 260 કરોડની આવક AMCને થશે:પાંચ વર્ષમાં ફોગીગ પાછળ કરોડોનો ખર્ચ, મચ્છરોનો ત્રાસ અને રોગચાળો હજુ પણ યથાવત

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવક ટેક્સની રકમ છે. નોનટેક્સ આવક તરીકે રિઝર્વ પ્લોટના વેચાણ તરીકે મળતી રકમ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવ અને મોટેરા વિસ્તારમાં બે પ્લોટ વેચાણ માટે મુક્યા છે. બંને પ્લોટના વેચાણથી મ્યુનિ.ને રૂ. 260 કરોડથી વધારે રકમ ઉપજે જેવી શક્યતા છે. પ્લોટની આવકમાંથી પ્રજાના વિકાસ કાર્યોમાં ખર્ચ કરવામાં આવશે. માત્ર બોડકદેવના પ્લોટના વેચાણથી જ રૂ. 225.68 કરોડની આવક થશે. બંને પ્લોટના વેચાણથી 260 કરોડ કરતાં વધારે આવકનો અંદાજ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટીપી સ્કીમ યોજના કપાતમાં કોમર્શિયલ તેમજ રેસિડેન્સિયલ હેતુના પ્લોટ મળે છે. જેમાંથી કેટલાક પ્લોટનું વેચાણ કરવામા આવે છે. જે પ્લોટના વેચાણથી મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડોની આવક થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટેરા અને બોડકદેવ વિસ્તારમાં પ્લોટ વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને પ્લોટના વેચાણથી 260 કરોડ કરતાં વધારે આવકનો અંદાજ છે. 24થી 13 એપ્રિલ સુધીમાં રજીસ્ટ્રેશન અને બીડ કરી શકાશે ઉલ્લેખનીય છે કે, મ્યુનિ. દ્વારા તળીયાની કિંમતમાં મોટેરાના પ્લોટની કિંમત પ્રતિ ચો.મી. રૂ. 1.42 લાખ જ્યારે બોડકદેવના પ્લોટની કિંમત રૂ. 2.80 લાખ નક્કી કરી છે. આગામી 16મી એપ્રિલ 2026ના રોજ આ બંને પ્લોટની ઇ-હરાજી થશે. 24થી 13 એપ્રિલ સુધીમાં રજીસ્ટ્રેશન અને બીડ કરી શકાશે. મચ્છર નિયંત્રણ ફોગીંગ પાછળ સૌથી વધુ 15 કરોડ ખર્ચાયા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે કરવામાં આવતા ખર્ચના આંકડાઓ સામે આવ્યા છે. વર્ષ 2020થી 2025 દરમિયાન એટલેકે, છેલ્લા પાંચ વર્ષમાં ફેગીંગ, આઈ.આર.એસ.અને ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી પાછળ 34.86 કરોડનો ધુમાડો કરવામાં આવ્યો છે છતાં પરિસ્થિતી ઠેરની ઠેર જોવા મળી રહી છે. વર્ષ 2024-25માં મચ્છર નિયંત્રણ ફોગીંગ પાછળ સૌથી વધુ 15 કરોડ ખર્ચાયા છે. મચ્છરોનો ત્રાસ અને રોગચાળો હજુ પણ યથાવત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનો દાવો છે કે મચ્છર દૂર કરવા ગુણવત્તાયુક્ત દવાઓ વાપરે છે,પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ અને રોગચાળો હજુ પણ યથાવત હોવાથી આ કરોડોના ખર્ચની અસરકારકતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાંચ વર્ષમાં 15 કરોડનો ખર્ચ છેલ્લા પાંચ વર્ષના ખર્ચના આંકડાઓ મુજબ વર્ષ 2024-25માં તંત્રએ આક્રમક કામગીરીના નામે બજેટનો મોટો હિસ્સો વાપર્યો છે. જેમાં વર્ષ 2025માં માત્ર ફેગીંગ પાછળ જ 7.11 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે પાંચ વર્ષમાં 15 કરોડનો ખર્ચ થયો છે. શું દવાઓની ગુણવત્તાની ચકાસણી માત્ર કાગળ પર જ થાય છે ? વિપક્ષનો આક્ષેપ છેકે, જો આટલો જંગી ખર્ચ થતો હોય તો મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો કેમ નથી દેખાતો ? શું દવાઓની ગુણવત્તાની ચકાસણી માત્ર કાગળ પર જ થાય છે ? જોકે,વિભાગે સ્પષ્ટતા કરી છે કે દવાની ખરીદી બાદ સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની સંપૂર્ણ જવાબદારી હેલ્થ મેલેરિયા વિભાગની રહે છે. જોકે આ તમામ બાબતો ઉપર સવાલ ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાવવી ભારે પડી:રાજકોટમાં એસોસિએશનનાં પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ ગુનો દાખલ, IOCL દ્વારા ફરિયાદ નોંધવાતા પોલીસ તપાસ શરૂ
    Next Article
    રામનવમીના તહેવારને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલેન્સ:માંડવી ચાર દરવાજા વિસ્તારમાં જોઇન્ટ પોલીસ કમિશનર અને પોલીસ સ્ટાફે ફૂટ પેટ્રોલિંગ કર્યું, શોભાયાત્રાઓને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment