Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:જરૂરિયાત મુજબનો પુરવઠો મળવાની ઇન્ચાર્જ કલેકટરની ખાત્રી, જનતાએ ગભરાવવાની જરૂર નથી

    16 hours ago

    ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના પુરવઠાને લઈને ફેલાઈ રહેલી વિવિધ અફવાઓ પર વિરામ મુકતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે નાગરિકોને ખાતરી આપી છે કે જિલ્લામાં ઈંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને જનતાએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. 'ગાંધીનગરમાં ગેસ, પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક સંપૂર્ણપણે સુરક્ષિત' ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર જે. એન. વાઘેલાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓને કારણે લોકોમાં બિનજરૂરી ગભરાટ ફેલાતો હોય છે, જેના પરિણામે પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગાંધીનગર જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક સંપૂર્ણપણે સુરક્ષિત છે. વહીવટી તંત્ર સતત તેલ કંપનીઓ અને વિતરકોના સંપર્કમાં છે, જેથી પુરવઠા સાંકળમાં કોઈ અવરોધ ન આવે. 'નગરજનોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી' કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે, ગાંધીનગર જિલ્લાના નગરજનોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમામ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ પાસે નિયમિત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે જરૂરિયાત મુજબ જ ખરીદી કરવી અને બિનજરૂરી સંગ્રહખોરીથી બચવું જેથી વ્યવસ્થા જળવાઈ રહે. ઈંધણની તંગી હોવાની વાતો માત્ર અફવા છે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઈંધણની તંગી હોવાની વાતો માત્ર અફવા છે. તમામ જનતાને જ્યારે પણ જરૂર હશે ત્યારે આવશ્યકતા મુજબનો પુરવઠો સરળતાથી મળી રહેશે. દૈનિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવા અને તંત્રને સહકાર આપવા કલેક્ટરની અપીલ આથી, જાહેર જનતાને ગભરાટમાં આવ્યા વગર પોતાની દૈનિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવા અને વહીવટી તંત્રને સહકાર આપવા માટે કલેક્ટર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્રના આ નિવેદનથી જિલ્લાના નાગરિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને બિનજરૂરી અફવાઓ પર રોક લાગવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    AAPના તાલુકા પ્રમુખ સહિત 35 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા:બહુચરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કારોબારી બેઠક યોજાઈ હતી; સંગઠન મંત્રીનો નવો ઘટસ્ફોટ
    Next Article
    શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ!:સોરઠીયાવાડીની 'શ્રી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ'નો દૂધનો નમૂનો ફેઈલ, ફોરેન ફેટની ભેળસેળ ખુલતા કાર્યવાહી; દુધના વધુ 3 નુમુના લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment