Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં રણમલ તળાવ-3 ખાતે સ્વચ્છતા અભિયાન:મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાગ લીધો, ‘એક દિન, એક ઘંટા, એક સાથ’ના સંકલ્પ સાથે શ્રમદાન કર્યું

    12 hours ago

    જામનગરના રણમલ તળાવ-3 ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા સહિત મહાનુભાવોએ આ અભિયાનમાં સહભાગી બની શ્રમદાન કર્યું હતું. ‘એક દિન, એક ઘંટા, એક સાથ’ના સંકલ્પ સાથે યોજાયેલા આ અભિયાનમાં ઉપસ્થિત લોકોએ આસપાસના વિસ્તારની સફાઈ કરી સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જનભાગીદારીથી સ્વચ્છતાનો સંદેશ આ સ્વચ્છતા અભિયાનના માધ્યમથી જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવામાં નાગરિકોની સક્રિય ભાગીદારીનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા માત્ર કોઈ એક વ્યક્તિ કે સંસ્થાની જવાબદારી ન રહેતા સમગ્ર સમાજની સહિયારી જવાબદારી બને અને નાગરિકો સ્વચ્છતાને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમો સેવા સંકલ્પ અભિયાન ઉપરાંત 2 ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ થયો છે. તેના ભાગરૂપે ‘એક દિન, એક ઘંટા, એક સાથ’ના સંદેશ સાથે ગુજરાતમાં પણ વિવિધ જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવી રહ્યા છે. અધિકારીઓ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા જામનગરના રણમલ તળાવ-3 ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, પ્રાંત અધિકારી એસ.ડી. બારડ સહિતના અધિકારીઓ, આગેવાનો, કોર્પોરેટરો, સ્વચ્છતાકર્મીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તમામે શ્રમદાન કરી જાહેર સ્થળની સફાઈમાં યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઇથોપિયામાં બંધક ઉત્તર ગુજરાતના 3 જણા મુક્ત, મુંબઈ પહોંચ્યાં:પરિવાર લેવા પહોંચ્યો, આજે ઘરે આવશે; વિદેશ મંત્રાલયના પ્રયાસોથી એજન્ટોએ ખંડણી વિના છોડ્યાં
    Next Article
    US Government's New AI Chatbot Pulls Back From Debunking Trump

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment