Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં જાહેરમાં જજ અને વકીલ બાખડ્યા:કોર્ટ સંકુલમાં વિજય સરઘસમાં ઘોંઘાટ થતાં જજ દોડી આવ્યા, વકીલે કહ્યું- 'મિસ્ટર... તમે તમારી ખુરશી સંભાળો...'

    2 days ago

    ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ એડવોકેટના સ્વાગત દરમિયાન ઢોલ નગારા વગાડવા મુદ્દે જજ અને એડવોકેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કોર્ટ સંકુલમાં ગરમાવો વ્યાપી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી. શું છે સમગ્ર મામલો? ગુજરાત બાર એસોસિએશનના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનું આજે ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમર્થકો અને વકીલો દ્વારા વિજેતા ઉમેદવારના માનમાં ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચતા જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટની મર્યાદા અને શાંતિ જાળવવાના મુદ્દે જજ અને વકીલ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો અને માથાકૂટના દૃશ્યો ઉપસ્થિત લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. વકીલની જજ સામે જ ઉગ્ર તડાફડી ભલે થાય, જે થાય એ કરી લેવાનું... મિસ્ટર... તમે તમારી ખુરશી સંભાળો... એ વગાડ... વગાડ... સાહેબ તમે કોણ છો... તમને ખબર છે... ઓ ડિસ્ટ્રીક્ટ જજ... તમે ડિસ્ટ્રીક્ટ જજ છો ત્યાં જઈને બેઠા ઓર્ડર કરો... એ વગાડ... હું બેઠો છું... વગાડ... વગાડ... આજે સવારે 10:30 વાગ્યે વિજય સરઘસ નીકળ્યું હતું આ બનાવ અંગે એડોવેકટ અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલની ચૂંટણીમાં જીત મેળવી મેં હેટ્રિક મારી હતી. એટલે મારા ભાવનગરના બધા વકીલોમાં ખૂબ ઉત્સાહ હતો. એ લોકોએ કહ્યું હતું કે, સાહેબ આપણે તમારું વિજય સરઘસ કાઢવું છે. એટલે રૂપમ ચોકથી કોર્ટના ગેટ સુધી આજે સવારે 10:30 વાગ્યે મારું વિજય સરઘસ નીકળ્યું હતું. એટલે અમે ઢોલ, નગારા, શરણાઈ બધુ વગાડતા હતા, ફટાકડા ફોડતા હતા. 'એવો બધો માહોલ હતો એટલે ઊંચા આવાજે કદાચ બોલ્યો હોય' ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ત્યાં ચાલુ કેસે બોર્ડ ઉપરથી ઉતરી અને રોડ પર આવીને અમને કહ્યું કે, આ ઢોલ-નગારા બંધ કરો. મેં કહ્યું સાહેબ ઢોલ નગારા આજે અમારો ઉત્સવ છે. પાંચ વર્ષે અમારી ચૂંટણી આવે છે અને વકીલોમાં ઉત્સાહનો માહોલ છે, તો 15 મિનિટનો પોગ્રામ છે. એટલે એ કહેતા હતા કે, બંધ કરો. એટલે કહ્યું કે, બંધ નહીં થાય. આજે અમે આનંદ કરીશું. બાકી વિશેષ કોઈ બનાવ બન્યો નથી. ઢોલ-નગારાને એવો બધો માહોલ બહુ હતો એટલે ઊંચા આવાજે કદાચ બોલ્યો હોય. બીજું વિશેષ કાંઈ નહોતું.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં પુલ તોડાયો, ડાયવર્ઝન નથી:8 દિવસથી બાળકો અને વૃદ્ધ સહિતના લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર
    Next Article
    જીવરાજ પાર્કનાં નંદનહિલ્સ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભીષણ આગ:ધુમાડામા ફસાયેલા 10થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું, ચિમની સળગતા આગ મકાનમાં પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment