Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિપોર્ટ- ઈરાની સુપ્રીમ લીડર મુજતબા અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર:શરતો સાથે યુદ્ધ ખતમ કરવા સહમત; ટ્રમ્પે કહ્યું- પાંચ દિવસમાં બધું નક્કી થઈ જશે

    4 days ago

    ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે. ઈરાનની શરતો પર શક્ય તેટલી વહેલી તકે યુદ્ધનો અંત લાવવા માટે ખામેનીએ સંમતિ આપી છે. અલ અરેબિયાના એક અહેવાલ મુજબ, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ ગુપ્ત રીતે અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફને જણાવ્યું હતું કે સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ વાતચીત માટે પરવાનગી આપી છે. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે તેમણે ઈરાની પાવર પ્લાન્ટ અને અનર્જી સ્ટ્રક્ચર પર કોઈપણ લશ્કરી હુમલો પાંચ દિવસ માટે મુલતવી રાખ્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ નિર્ણય ઈરાનીના એક ટોચના અધિકારી સાથેની વાતચીત પછી લેવામાં આવ્યો છે, જોકે દેશના સુપ્રીમ લીડર આ વાટાઘાટોમાં સીધા સામેલ નથી. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે ઈરાન એક ડીલ ઇચ્છે છે અને પાંચ દિવસ કે તેથી ઓછા સમયમાં એક ડીલ થઈ શકે છે. જોકે, ઈરાને કોઈપણ વાટાઘાટો ચાલી રહી હોવાનો ઇનકાર કર્યો હતો. ઈરાન યુદ્ધ સંબંધિત 3 ફોટા... ટ્રમ્પે ઈરાન પર હુમલો 15 દિવસ માટે ટાળ્યો ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરની વાટાઘાટોમાં 15 મુદ્દાઓ પર સમજૂતી થઈ છે. આ મુદ્દાઓની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી નથી. તેમણે ઈરાની પાવર પ્લાન્ટ પરના હુમલા પાંચ દિવસ માટે ટાળ્યા હતા, અગાઉ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 48 કલાકની ચેતવણી આપી હતી. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે કોઈ વાતચીત થઈ રહી નથી. દરમિયાન, પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી સાથે, ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે રવિવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ડિરેક્ટર લોકેશ કનગરાજના ઘરે પોલીસનો દરોડો:તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા 10 AK-47 રાઇફલો જપ્ત; તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો
    Next Article
    હલાલા મુદ્દે વિધાનસભામાં સંઘવી-ખેડાવાલા સામ-સામે:ઓવૈસીની પાર્ટીની મહિલાઓ દ્વારા અમદાવાદમાં બિલનો વિરોધ, મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કર્યું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment