Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિરેક્ટર લોકેશ કનગરાજના ઘરે પોલીસનો દરોડો:તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા 10 AK-47 રાઇફલો જપ્ત; તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો

    3 days ago

    તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા લાગુ આચારસંહિતા વચ્ચે પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર લોકેશ કનગરાજના ઘરે પોલીસની રેડ પડી છે. ચેન્નઈના અશોક નગરમાં તલાશી દરમિયાન પોલીસના એક ફ્લાઈંગ સ્ક્વોડે લોકેશ કનગરાજ સાથે સંકળાયેલી 10 AK-47 રાઈફલો જપ્ત કરી હતી. આ મામલાએ શરૂઆતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને પ્રશાસનમાં ખળભળાટ મચાવ્યો હતો, પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે, આ ખરેખર ડમી ગન (નકલી હથિયારો) હતી. શૂટિંગ માટે મંગાવવામાં આવ્યા હતા પ્રોપ્સ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, આ 10 AK-47 રાઇફલો અસલી નહોતી. તેમને લોકેશ કનગરાજના કોઈ આગામી ફિલ્મ પ્રોજેક્ટના શૂટિંગમાં ઉપયોગ કરવા માટે લઈ જવામાં આવી રહી હતી. ફિલ્મની ટીમે જ્યારે આ હથિયારો સાથે જોડાયેલા જરૂરી કાનૂની દસ્તાવેજો અને કાગળો અધિકારીઓને બતાવ્યા, ત્યારે જઈને પોલીસને પોતાની ભૂલનો અહેસાસ થયો. દસ્તાવેજી કાર્યવાહી પૂરી કર્યા પછી પોલીસે આ ડમી હથિયારો ફિલ્મની ટીમને સુરક્ષિત પરત કરી દીધા છે. તમિલ સિનેમાના મોટા ડિરેક્ટર છે લોકેશ 40 વર્ષના લોકેશ કનગરાજ દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી સફળ ડિરેક્ટરોમાંના એક છે. તેણે 'કેદી', 'માસ્ટર', 'વિક્રમ' અને થલાપતિ વિજયની 'લિયો' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેણે 'લોકેશ સિનેમેટિક યુનિવર્સ' (LCU) ની શરૂઆત કરી છે, જેની દેશભરમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. કોયંબતૂરમાં જન્મેલા લોકેશે વર્ષ 2017માં ફિલ્મ ‘માનગરમ’થી પોતાના ફીચર ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. અલ્લુ અર્જુન અને આમિર ખાન સાથે મોટા પ્રોજેક્ટ્સ લોકેશ હાલમાં ઘણી હાઈ-પ્રોફાઈલ ફિલ્મો પર કામ કરી રહ્યો છે. તે 'પુષ્પા' સ્ટાર અલ્લુ અર્જુન સાથે એક પાન ઈન્ડિયા ફિલ્મ કરી રહ્યો છે, જેને હાલમાં #AA23 કહેવામાં આવી રહી છે. આ ઉપરાંત તેણે આમિર ખાન સાથે એક સુપરહીરો ફિલ્મ બનાવવાની પણ જાહેરાત કરી છે. લોકેશ ટૂંક સમયમાં ફિલ્મ 'DC' દ્વારા એક એક્ટર તરીકે પણ પોતાનું ડેબ્યૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    રેલવેના મુસાફરો માટે કામના સમાચાર:1 એપ્રિલથી ટિકિટ કેન્સલેશનના નિયમમાં ફેરફાર, 8 કલાક પહેલાં રદ ન કરવા પર રિફંડ નહીં મળે
    Next Article
    રિપોર્ટ- ઈરાની સુપ્રીમ લીડર મુજતબા અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર:શરતો સાથે યુદ્ધ ખતમ કરવા સહમત; ટ્રમ્પે કહ્યું- પાંચ દિવસમાં બધું નક્કી થઈ જશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment