Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં ગુજકેટ પરીક્ષા માટે જાહેરનામું બહાર પડાયું:અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગેરરીતિ રોકવા કડક નિયંત્રણો

    3 days ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે 29 માર્ચ, 2025ના રોજ યોજાનારી ગુજકેટ જાહેર પરીક્ષાને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી. લટા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાતી આ પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો આદેશ છે. જાહેરનામા મુજબ, 29 માર્ચ, 2025ના રોજ સવારે 8:00 વાગ્યાથી સાંજે 18:00 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસના વિસ્તારમાં કડક નિયંત્રણો લાગુ રહેશે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ અને ફરજ પરના અધિકૃત સ્ટાફ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને પરીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી નથી. કાયદેસરની ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરવો કે પરીક્ષાર્થીઓને નકલ કરવા માટે પ્રેરિત કરવા અથવા મદદરૂપ થવું સખત રીતે પ્રતિબંધિત છે. પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લૂટૂથ, ઈયરફોન, લેપટોપ, કેલ્ક્યુલેટર સહિતના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ વર્જિત છે. આ ઉપરાંત, પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે અન્ય કોઈ પણ પરીક્ષા સંબંધિત સાહિત્ય સાથે લઈ જવું ગેરકાયદેસર ગણાશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ઝેરોક્ષ સેન્ટરો, ફેક્સ મશીન અને કોપીઅર મશીન સંચાલકોને પણ પરીક્ષા સમયગાળા દરમિયાન સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી પોતાની સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવા સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ માઈક, લાઉડસ્પીકર કે ડી.જે. વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓને આ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    7 બાળકના પિતા મૌલવી પર કાળાજાદુ-ધર્મપરિવર્તનની કોશિષ અને દુષ્કર્મનો આક્ષેપ:કેનેડિયન નાગરિક આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી, રૂમમાંથી વાયગ્રા ટેબલેટ અને સોલ્યુશન મળ્યું'તું
    Next Article
    5 PM Gujarati News LIVE | 5 વાગ્યાના યુદ્ધ સહિતના તમામ મહત્વના સમાચાર | Fuel Shortage | Petrol pumps

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment