Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી:આરોગ્ય વિભાગ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો

    2 days ago

    વિશ્વ ટીબી દિવસ નિમિત્તે 24 માર્ચના રોજ પાલનપુરમાં 'ટીબી મુક્ત ભારત અભિયાન-2026' અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબી રોગ વિશે લોકોને જાગૃત કરવાનો અને સમયસર તપાસ તથા સંપૂર્ણ સારવાર લેવા અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ રેલી પાલનપુર સિવિલ હોસ્પિટલથી શરૂ થઈ કિર્તીસ્તંભ સુધી પહોંચી હતી અને પરત સિવિલ હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી, જ્યાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે 'ટીબી હટાવો-દેશ બચાવો' અને 'તપાસ કરાવો - ટીબી હરાવો' જેવા સૂત્રોચ્ચાર કરીને લોકજાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે બનાસકાંઠાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ટીબી એક ચેપજન્ય રોગ હોવા છતાં સમયસર નિદાન અને નિયમિત સારવારથી તે સંપૂર્ણપણે મટી શકે છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે જો કોઈ વ્યક્તિને બે અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી રહે, સતત તાવ આવે કે વજનમાં ઘટાડો જણાય, તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ. આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ આરોગ્ય કર્મીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહયોગ નોંધપાત્ર રહ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ એકજૂથ થઈ 'ટીબી મુક્ત ભારત' બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સંજય સોલંકી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોષી, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મહેશ કાપડિયા તેમજ પાલનપુર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ડી.પી. અનાવાડીયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ભીડ ન કરવા કલેક્ટરની અપીલ
    Next Article
    7 બાળકના પિતા મૌલવી પર કાળાજાદુ-ધર્મપરિવર્તનની કોશિષ અને દુષ્કર્મનો આક્ષેપ:કેનેડિયન નાગરિક આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી, રૂમમાંથી વાયગ્રા ટેબલેટ અને સોલ્યુશન મળ્યું'તું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment