Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:જિલ્લા તંત્રની બીજી વખત સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા અપીલ

    3 days ago

    રાજ્યના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા અધિકારીએ ફરી એકવાર સ્પષ્ટતા કરી છે. તંત્રએ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી કુંભાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના તમામ 150 પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે નાગરિકોને ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી હતી. વધુમાં, પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત, જિલ્લામાં એલ.પી.જી.ની કુલ 26 એજન્સીઓમાં પણ ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનું તંત્રએ સ્પષ્ટ કર્યું હતું. રાંધણ ગેસ બોટલના બુકિંગ અંગે, શહેરી વિસ્તારમાં 25 દિવસ બાદ અને ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસ બાદ બુકિંગ થઈ શકશે. જિલ્લા પુરવઠા અધિકારીએ પાઈપ્ડ નેચરલ ગેસ (પી.એન.જી.) કનેક્શન મેળવવા માટે લોકો સ્વયં જાગૃત બને અને નોંધણી કરાવે તે માટે જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના ઓસારા ગામે મહાકાળી મંદિરે ભીડ:ચૈત્ર નવરાત્રિ નિમિત્તે દર્શન માટે લાંબી કતારો લાગી; 26 માર્ચે આઠમના હવન
    Next Article
    Gujarat Petrol Pump Incidents LIVE | પેટ્રોલની અછતની અફવાએ ભારે કરી! | Shortage | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment