Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજીમાં શિક્ષણ વિભાગના પેન્શનરોનું સ્નેહ મિલન યોજાયું:ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાના સભ્યો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

    3 days ago

    ગાંધીનગર સ્થિત શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ દ્વારા અંબાજી ખાતે ઉત્તર ગુજરાત ઝોનના સભ્યો માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના મોટી સંખ્યામાં પેન્શનર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ બી.ડી. મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય, અંબાજીની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ અને નિવૃત્ત આસિસ્ટન્ટ કલેક્ટર એસ.એસ. વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ, ગાંધીનગરના પ્રમુખ આઈ.કે. પટેલ અને મહામંત્રી જી.કે. પરમાર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, મંડળના અન્ય હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યો ભગુભાઈ સિંઘલ, ઉમેશભાઈ ત્રિવેદી, આઈ.એસ. લવાર, જયેન્દ્રભાઈ વ્યાસ, ડી.જી. સોલંકી, હસમુખભાઈ શર્મા અને કાળુભાઈ પટેલે પણ હાજરી આપી હતી. અમદાવાદ જિલ્લા યુનિટના સહમંત્રી નવીનભાઈ વાણિયા તેમજ બનાસકાંઠા જિલ્લા કન્વીનર ખેંગારભાઈ સોલંકી, પાટણ જિલ્લા કન્વીનર સુરેશભાઈ સોની, સાબરકાંઠા જિલ્લા કન્વીનર વસંતભાઈ પંચાલ અને જામનગર જિલ્લા કન્વીનર વિઠ્ઠલભાઈ ધોળકિયા સહિત વિવિધ જિલ્લાના મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાત ઝોનના ઉપપ્રમુખ રમણભાઈ પટણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, અને મંડળના સભ્યોએ પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. પ્રમુખ આઈ.કે. પટેલે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, ઉત્તર ગુજરાત ઝોનના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાના મંડળના સભ્યોની ઉપસ્થિતિ સંતોષજનક છે. તેમણે ભવિષ્યમાં યોજાનાર કાર્યક્રમોમાં પણ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપીલ કરી હતી. મહામંત્રી જી.કે. પરમારે જણાવ્યું કે, "આપણો સંબંધ 'કામ'થી શરૂ થયો હતો, પરંતુ આજે તે 'લાગણી'માં પરિવર્તિત થયો છે. જેમ અલગ અલગ ફૂલો હોય પણ માળા એક હોય છે, તેમ આપણે ભલે અલગ અલગ કચેરીઓમાં કામ કર્યું હોય, પણ આજે આપણે 'પેન્શનર્સ પરિવાર' તરીકે એક છીએ. નિવૃત્તિ પછીના આ સમયને ભાર ગણવાને બદલે તેને જીવવાની નવી તક ગણીએ." મંડળના સભ્યોએ પણ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, મંડળ દ્વારા આવા કાર્યક્રમો યોજીને અલગ અલગ કચેરીઓમાંથી નિવૃત્ત થયેલા મિત્રોને એક જ મંચ ઉપર ભેગા કરવાનું કાર્ય પ્રશંસનીય છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉત્તર ગુજરાત ઝોનના ઉપપ્રમુખ રમણભાઈ પટણી દ્વારા તેમના સ્વખર્ચે કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ સભ્યોને યાદગીરી રૂપે આકર્ષક ભેટ પણ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપલ પરમારે કર્યું હતું, જ્યારે આભાર વિધિ ઉત્તર ગુજરાત ઝોનના સહમંત્રી નારણભાઈ પ્રજાપતિએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રખરતા શોધ કસોટીમાં ગુરુકુળના 30 વિદ્યાર્થીઓ મેરિટમાં:હેત સોનેસરા 12મા ક્રમે, રાજ્યના ટોપ 1000માં સ્થાન
    Next Article
    મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય યુવા ફેસ્ટિવલમાં મેડલ જીત્યા:'કલાઈ સારલ 2026' માં બે ગોલ્ડ, એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment