Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામ મુદ્દે મનપામાં કોંગ્રેસનું હલ્લાબોલ:શહેર પ્રમુખે કમિશનરની ચેમ્બર બહાર ચેલેન્જ આપી, કહ્યું-'નાના દૂકાનદારોના ઓટલા સિંઘમ બનીને તોડો છો, મેયરનું તોડી બતાવો'

    3 days ago

    રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે ભાજપનાં શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો ત્રિકોણબાગ ખાતે એકઠા થયા હતા. જ્યાં વિવિધ બેનર સાથે 'હાય રે ભાજપ હાય હાય સહિતનાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં પગપાળા જ રેલી યોજીને કોંગી આગેવાનો મનપા કચેરીએ પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામ સહિતના મુદ્દે રજુઆત કરવા પહોંચ્યા હતા. કાર્યકરોને અંદર જવા દેવામાં નહીં આવતા ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી કમિશનરની ચેમ્બર બહાર રામધૂન બોલાવી હતી. જોકે બાદમાં મુખ્ય આગેવાનોની સાથે કમિશનરે મુલાકાત કરતા મામલો થાળે પડ્યો હતો. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ ઝાલાએ કમિશનરને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, જો સાચા સિંઘમ હો તો પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામને તોડી બતાવો. મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી ભ્રષ્ટાચારનું શાસન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી જે શાસન ચાલી રહ્યું છે, ભ્રષ્ટાચારી શાસન છે, કુશાસન ચાલી રહ્યું છે. કારણ કે શહેરના પ્રથમ નાગરિક એવા પૂર્વ મેયરના પતિદેવે સરકારી જગ્યા ઉપર મોટી ઈમારત ખડકી દીધી હોય, આવા અનેક બનાવો આવ્યા છે. કોર્પોરેટરો પકડાણા છે, વગેરે પદાધિકારીઓ પકડાયા છે. ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કુશાસન ચાલી રહ્યું છે. 'કોંગ્રેસ આપકે દ્વાર'ના 18 વોર્ડમાં ફર્યા ત્યારે લોકોની વેદના અમને મળી રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા 'કોંગ્રેસ આપકે દ્વાર'ના 18 વોર્ડમાં અમે ફર્યા ત્યારે લોકોની જે વેદના અમને મળી છે, એ વેદનાને વાંચા આપવા માટે આજે કોંગ્રેસ ત્રિકોણબાગથી કમિશનર કચેરીએ જવાના છીએ કારણ કે ભૂતકાળની અંદર આ ભ્રષ્ટાચારી શાસન, આ કુશાસનની અંદર લોકોએ TRP ગેમ જેવો હત્યાકાંડ જોયો, સિટી બસનો હત્યાકાંડ થયો. પાણીની અંદર આપણે ક્યાંક ને ક્યાંક સારું પાણી આવતું હોય એની જગ્યાએ ગટરનું પાણી જોઈન્ટ થઈ જાય અને મચ્છર, રોડ રસ્તાની અનેક ફરિયાદો છે. મેયરનું ગેરકાયદે બાંધકામ તોડીને બતાવો તેવી ચેલેન્જ કમિશનરને આપીશ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો એક નાનો દુકાનદાર ઓટલો પણ બહાર કાઢતો હોય તો ત્યાં તમે સિંઘમ બનીને બુલડોઝર ફેરવો છો, કોઈએ પતરા નાખ્યા હોય દુકાન ઉપર તો પણ દાદાગીરીથી ઉતારો છો. ક્યાંક નાના માણસો, ગરીબ માણસો ક્યાંક રહેતા હોય એ પણ તમે ખાલી કરાવીને પોતાની જાતને સિંઘમ માનો છો, તો મેયરનું ગેરકાયદે બાંધકામ તોડીને બતાવો તેવી ચેલેન્જ કમિશનરને આપીશ. ઉલ્લેખનીય છે કે, આજે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રેલી યોજીને મનપા કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પ્રાંગણમાં જ પોલીસ દ્વારા બધાને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ આ કોંગ્રેસના કાર્યકરો આક્રમક મોડમાં હોવાથી આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ભાજપ હાય હાય સહિતના સૂત્રોચ્ચાર સાથે કોંગી આગેવાનોએ મનપા કચેરી ગજવી મૂકી હતી. તો મનપા કમિશનરને મળવાની મનાઈ કરવામાં આવતા તેમની ચેમ્બર બહાર રામધૂન પણ બોલાવી હતી. જોકે અંતમાં કમિશનર દ્વારા આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. જોકે પૂર્વ મેયરના ગેરકાયદેસર બાંધકામ અંગે પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં પણ હલ્લાબોલ અને ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી કોંગ્રેસે આપી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે AAPના 52 ઉમેદવાર જાહેર:જિલ્લા પંચાયતના 10, તાલુકા પંચાયતના 9 અને ધોળકા નગરપાલિકાના 4 ઉમેદવાર પણ જાહેર; જુઓ લિસ્ટ
    Next Article
    Gujarat Petrol Pump line Update LIVE | પેટ્રોલ - ડીઝલ માટે પડાપડી, પંપ ઉપર મારામારી | Banaskantha

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment