Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે AAPના 52 ઉમેદવાર જાહેર:જિલ્લા પંચાયતના 10, તાલુકા પંચાયતના 9 અને ધોળકા નગરપાલિકાના 4 ઉમેદવાર પણ જાહેર; જુઓ લિસ્ટ

    4 days ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થાય તે પેહલા જ આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠનના નેતાઓ સાથેની બેઠક બાદ ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તમામ બેઠક પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીએ 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકાની બેઠકો પર ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. બાપ બેટાની રાજનીતિ વચ્ચે સામાન્ય લોકોને જ ટિકિટ આપી હોવાનો પ્રદેશ પ્રમુખે દાવો કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની કુલ 192 પૈકી 52 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો ધોળકા નગરપાલિકાના 4 ઉમેદવાર તો અમદાવાદ જિલ્લા પંચાયતની 10 બેઠક અને અમદાવાદ તાલુકા પંચાયતની 9 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 460 બેઠકનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું: ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે, સામાન્ય લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આમ આદમી પાર્ટીએ આમ જનતાને તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે મને ગર્વ થાય છે, અમે સ્વપ્ન જોયું હતું કે બહુ થયું બાપ-બેટાની રાજનીતિ, હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત કરી છે. આજે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં 460થી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટ પ્રદેશ નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી જાહેર કરવામાં આવ્યું છે. ‘ગુજરાતમાં ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી તકો આપી રહી છે’ વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, અત્યાર સુધી ભાજપના સાંસદ હોય તો તેમનો દીકરો ધારાસભ્ય બનવા માંગે, તેમનો દીકરો જિલ્લા પંચાયત અથવા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ટિકિટ મેળવે, આમ સામાન્ય કાર્યકર્તાને ક્યારેય તક મળતી નહોતી. અથવા તો કરોડપતિઓ હોય કે નેતાઓના દીકરાઓને જ તક મળતી હતી. હવે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી તકો આપી રહી છે. 460થી વધુ એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જે સામાજિક રીતે સક્રિય છે અને ખરેખર સામાન્ય લોકો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં UCC બિલનો વિરોધ:મહિલાઓએ કહ્યું-મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરાયો; લિવ ઈનનો કાયદો મહિલા માટે જોખણી, સંવિધાન મુજબ નથી
    Next Article
    પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામ મુદ્દે મનપામાં કોંગ્રેસનું હલ્લાબોલ:શહેર પ્રમુખે કમિશનરની ચેમ્બર બહાર ચેલેન્જ આપી, કહ્યું-'નાના દૂકાનદારોના ઓટલા સિંઘમ બનીને તોડો છો, મેયરનું તોડી બતાવો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment