Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ ચૂંટણીની સ્વનિર્ભર શાળાના શિક્ષકોને કામગીરી સોંપવાની તૈયારી:હાઇકોર્ટના જજમેન્ટના આધારે શિક્ષકોને કામગીરીથી દૂર રાખવા શાળા સંચાલક મહામંડળની ચૂંટણી કમિશનરને રજૂઆત

    2 days ago

    આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. જેના માટે સરકારી શિક્ષકોને તો ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે જ છે, પરંતુ ચૂંટણી જાહેર થાય તે પહેલા સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર પણ કરવામાં આવી રહ્યા છે. તો કેટલીક કોર્પોરેશન અને નગરપાલિકા દ્વારા ખાનગી શાળાઓ પાસે શિક્ષકોની વિગત પણ માંગી છે. જેને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળે ચીફ ચૂંટણી કમિશનર અને સરકારને પત્ર લખ્યો છે. જેમાં સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને ચૂંટણીની કામગીરી ન સોંપવા માગ કરવામાં આવી છે. 2017માં નામદાર હાઈકોર્ટ દ્વારા કરેલા જજમેન્ટના આધારે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને ચૂંટણી કામગીરીથી દૂર રાખવા માગ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર કરવાની શરૂઆત ગુજરાત હાઇકોર્ટમાં નામદાર જજ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું હતું કે સ્વનિર્ભર શાળાઓ અને સ્વનિર્ભર સ્કૂલોના શિક્ષકોને ચૂંટણી કામગીરી સોંપવામાં આવે નહીં. જેને ધ્યાનમાં રાખીને 2017માં ચૂંટણી કમિશનર દ્વારા પણ તમામ જિલ્લા કલેકટરને પત્ર લખીને સૂચના આપવામાં આવી હતી કે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવી નહીં, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેમજ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં આવતી સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોની વિગતો માંગવામાં આવી હતી. રાજ્ય શાળા સંચાલક મહામંડળે ચૂંટણી કમિશનર અને સરકારને પત્ર લખ્યો જેથી સ્વનિર્ભર શાળાઓએ રાજ્ય શાળા સંચાલક મહામંડળને ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ચૂંટણી કમિશનર અને સરકારને પત્ર લખવામાં આવ્યો છે. સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો સરકારી નોકર ન હોવાથી તેમના ચૂંટણી કામગીરીના ઓર્ડર ન કરવા માગ કરવામાં આવી છે. જો સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ચૂંટણી માટે ઓર્ડર કરવામાં આવે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થાય તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 2017માં ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન થઈ હતી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની સ્વનિર્ભર શાળાઓ અને કોલેજો માટે 2017માં ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન થઈ હતી. જે અંતર્ગત નામદાર જજ સાહેબે જજમેન્ટ આપ્યું હતું કે સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની ભારત સરકારના 1951ની કલમ 159 અંતર્ગત સેવાઓ આવતી નથી. જેથી તેમનો ઉપયોગ ચૂંટણીની કામગીરીમાં કરવો નહીં. કારણ કે તેમને સંપૂર્ણ ખાનગી ગણવામાં આવેલા છે. જે સંજોગોમાં સરકારી નોકરની વ્યાખ્યામાં ન આવતા હોવાથી તેમનો ઉપયોગ ન કરવો તેવો ગુજરાત સરકારના ચીફ ચુંટણી કમિશનર સાહેબે પણ ઠરાવ કરી જિલ્લાના કલેકટરોને જાણ કરી હતી. સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર ન કરવામાં આવે તે માટે રજૂઆત વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, તેમ છતાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. જે માટે રાજ્યના અલગ અલગ કોર્પોરેશન અને નગરપાલિકાઓ દ્વારા સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની માહિતી માંગવામાં આવી છે. તેમજ ચૂંટણી માટે તેમના ઓર્ડર નીકાળવાની તૈયારી કરવામાં આવી છે. જેથી સરકાર આ અંગે વિચારે અને સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર ન કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે. કારણ કે શિક્ષકોના ઓર્ડર કરવામાં આવશે તો શાળાનું શિક્ષણકાર્ય પણ બગડી શકે છે. પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીની કામગીરી પણ ચાલી રહી છે જેથી તેને પણ અસર થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    પરમાણુ હથિયારો રાખવાનો નિર્ણય સાચો હતો:કિમ જોંગે કહ્યું- ઈરાન પરના હુમલાએ અમને સાચા સાબિત કર્યા, તાકાતથી જ સુરક્ષા મળે છે
    Next Article
    પડધરી ITI 12 વર્ષમાં જર્જરીત:214 વિદ્યાર્થીને 25 કિમી દૂર રાજકોટ શિફ્ટ કરાયા, રોજગારલક્ષી પ્રેક્ટિકલ કોર્સની ઓનલાઈન ટ્રેનિંગ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment