Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પડધરી ITI 12 વર્ષમાં જર્જરીત:214 વિદ્યાર્થીને 25 કિમી દૂર રાજકોટ શિફ્ટ કરાયા, રોજગારલક્ષી પ્રેક્ટિકલ કોર્સની ઓનલાઈન ટ્રેનિંગ!

    2 days ago

    રાજકોટની પડધરી ITIનું બિલ્ડિંગ માત્ર 12 વર્ષમાં જ જર્જરીત થઈ ગયાનું સામે આવ્યુ છે. ગંભીરાબ્રિજ દુર્ઘટના બાદ સરકારી બિલ્ડિંગોની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવામાં આવી હતી. જે દરમિયાન આ ITI ભયજનક હોવાનો રિપોર્ટ આવતા અહીં અભ્યાસ કરતા 214 વિદ્યાર્થીને 25 કિલોમીટર દૂર રાજકોટ શિફ્ટ કરવામાં આવેલા છે. રાજકોટ ન આવી શકતા વિદ્યાર્થીઓ 7 માસથી પ્રેક્ટિકલ ટ્રેનિંગ ઓનલાઇન લેવા મજબૂર બન્યા છે. બિલ્ડિંગ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગે છેઃ વિદ્યાર્થી પડધરીના વિદ્યાર્થી નેતા નિખિલ ભોજાણીએ જણાવ્યું હતું કે, પડધરી આઈટીઆઈનું બિલ્ડિંગ જર્જરિત જાહેર કરવામાં આવેલું છે. આ બિલ્ડિંગનું લોકાર્પણ 15 ઓગસ્ટ, 2014ના રોજ કરવામાં આવ્યું હતું. સૌથી મોટો સવાલ એ છે કે, આ બિલ્ડિંગ માત્ર 12 વર્ષમાં જર્જરીત કઈ રીતે થઈ ગયુ, જેથી આ બિલ્ડિંગના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. અહીં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પડધરીમાં જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માગ આ ITIના વિદ્યાર્થીઓને રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ડિસેબલ આઈટીઆઈમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે. પડધરીમાં જ અન્ય કોઈ જગ્યાએ આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે તેવી માંગણી છે. ITIમાં ઇલેક્ટ્રિકલ, વાયરમેન, ફિટર, વેલ્ડર, મશીન ડીઝલ અને કોપા સહિતના કોર્સ થાય છે. તેનું પ્રેક્ટિકલ પ્લાન વિદ્યાર્થીઓને આપવાનું હોય છે, તેને બદલે અમુક વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્રેનિંગ આપવી પડે છે. આ ઉપરાંત છેલ્લા 8 માસથી આ બિલ્ડિંગ જર્જરિત છે, તેવું બોર્ડ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા મૂકવામાં આવ્યુ છે. જેથી સરકારને વિનંતી છે કે, આ બિલ્ડિંગ બનાવનાર સામે કડક પગલાં લેવામાં આવે અને તેઓ પોતાના સ્વખર્ચે નવું બિલ્ડિંગ બનાવી આપે તેવી માંગણી છે. રિપોર્ટમાં બિલ્ડિંગ ભયજનક હોવાનું સામે આવ્યુંઃ પ્રિન્સિપાલ જ્યારે આ મામલે પડધરી ITIના પ્રિન્સિપાલ સૌરભ પાનસુરાએ જણાવ્યું હતું કે, 15/08/2014ના આ ITIની સ્થાપના કરવામાં આવી હતી. જુલાઇ, 2026માં વડોદરાનો ગંભીરાબ્રિજ તૂટવાની દુર્ઘટના બન્યા બાદ રાજ્યના તમામ સરકારી બિલ્ડિંગોની સ્ટ્રકચર સ્ટેબિલિટી તપાસવામાં આવી હતી. દરમિયાન રાજકોટ રોડ બિલ્ડિંગ વિભાગ દ્વારા પડધરી ITIની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવામાં આવતા આ બિલ્ડિંગ ભયજનક હોવાનો રિપોર્ટ આવ્યો હતો, જેથી 01/09/2026 આ ITIના વિદ્યાર્થીઓને રાજકોટ શિફ્ટ કરવામાં આવ્યા છે. પડધરીમાં જ સરકારી બિલ્ડિંગ મળી જાય તેવા પ્રયાસો હાલ 214 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેઓને થિયરી માટે શહેરના યુનિવર્સિટી રોડ પરની ITI તો પ્રેક્ટિકલ માટે જામનગર રોડ પરની ITIમાં શિફ્ટ કરવા પડ્યા છે. જે વિદ્યાર્થીઓ રાજકોટ આવી શકે તેમ નથી તેઓને ITI ઇ-લર્નિંગ પ્રોગ્રામ મારફત પ્રેલટિકલ ટ્રેનિંગ ઓનલાઇન સોફ્ટવેર મારફત આપવામાં આવી રહી છે. હાલ પડધરીમાં કોઈ સરકારી બિલ્ડિંગ મળી જાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ ચૂંટણીની સ્વનિર્ભર શાળાના શિક્ષકોને કામગીરી સોંપવાની તૈયારી:હાઇકોર્ટના જજમેન્ટના આધારે શિક્ષકોને કામગીરીથી દૂર રાખવા શાળા સંચાલક મહામંડળની ચૂંટણી કમિશનરને રજૂઆત
    Next Article
    4 વર્ષથી અપહરણ ગુનાનો આરોપી ઝડપાયો:પંચમહાલ પોલીસે મોરબીમાંથી દબોચ્યો, પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment