Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર હોસ્પિટલમાં અત્યાધુનિક મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત:જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે, દર્દીઓને મળશે ઉત્તમ સારવાર

    1 week ago

    સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પ્રયાસોના ભાગરૂપે આ સુવિધાથી હવે જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે અને ગંભીર દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળી રહેશે. હોસ્પિટલના એનેસ્થેશિયોલોજી વિભાગને 'રોગી કલ્યાણ સમિતિ'ના સહયોગથી 'હાઈ-એન્ડ એનેસ્થેશિયા વર્કસ્ટેશન' અર્પણ કરાયું છે. આ મશીન કાર્યરત થવાથી ઓપરેશન દરમિયાન દર્દીને અપાતી એનેસ્થેશિયાની પ્રક્રિયા અત્યંત ચોક્કસ અને સલામત બનશે. આધુનિક ડ્રગ ડિલિવરી સિસ્ટમ દ્વારા દવાનો ડોઝ સચોટ રીતે આપી શકાશે, જેનાથી સર્જરી દરમિયાન જોખમમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ વર્કસ્ટેશનમાં ફેફસાના ગંભીર રોગોથી પીડાતા અને લાંબી સર્જરી કરાવતા દર્દીઓ માટે અદ્યતન 'વેન્ટિલેશન મોડ્સ' ઉપલબ્ધ છે. તે હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શરીરમાં ઓક્સિજનના સ્તર જેવી મહત્વપૂર્ણ વિગતોનું સેકન્ડ-ટુ-સેકન્ડ મોનિટરિંગ કરશે. જો આ માપદંડોમાં કોઈ ફેરફાર જણાશે, તો સિસ્ટમ તુરંત જ તબીબોને સતર્ક કરશે, જે દર્દીના જીવના જોખમને ટાળવામાં મદદરૂપ થશે. આ નવી ટેકનોલોજી ખાસ કરીને હૃદયરોગ, શ્વસન સંબંધી તકલીફો ધરાવતા અથવા વૃદ્ધાવસ્થાના કારણે જોખમી ગણાતી સર્જરીઓને સુરક્ષિત બનાવશે. આ સુવિધાને કારણે સુરેન્દ્રનગરના ગંભીર દર્દીઓને સારવાર માટે અમદાવાદ કે અન્ય મોટા શહેરોમાં જવાની જરૂરિયાત રહેશે નહીં, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે. જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના આ પ્રયાસને સુરેન્દ્રનગર પંથકમાં આવકાર મળ્યો છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમાર તથા તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણામાં શીતળા માતા-સપ્તઋષિ દેવતાનો પાટોત્સવ:શ્રી દૂધેશ્વર મહાદેવ શિવાલયમાં બહેનોએ આનંદના ગરબા ગાયા
    Next Article
    RMCના શાસનમાં થયેલા ભ્રષ્ટ્રાચાર મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:ત્રિકોણ બાગથી RMC સુધી વિશાળ રેલી કાઢી; મેયર-ચેરમેનના ગેરકાયદે બાંધકામો મુદ્દે કડક કાર્યવાહીની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment