Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં શીતળા માતા-સપ્તઋષિ દેવતાનો પાટોત્સવ:શ્રી દૂધેશ્વર મહાદેવ શિવાલયમાં બહેનોએ આનંદના ગરબા ગાયા

    1 week ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી દૂધેશ્વર મહાદેવના શિવાલયમાં શ્રી શીતળા માતા અને શ્રી સપ્તઋષિ દેવતાનો 13મો પાટોત્સવ સોમવારે રાત્રે ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે આનંદના ગરબા મંડળ અને ગામની બહેનો દ્વારા શ્રી બહુચર માતાના આનંદના ગરબાનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. ગામના સદગૃહસ્થ કાંતિભાઈ ત્રિભોવનદાસ પટેલ મુખ્ય યજમાન પદે રહ્યા હતા. પાટોત્સવ દરમિયાન શીતળા માતાને કુલેરની પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી, જ્યારે શ્રી સપ્તઋષિ દેવતાને યજ્ઞોપવિત ધારણ કરાવાઈ હતી.આગામી વર્ષ માટે સંજયભાઈ રૂગનાથભાઈ પટેલે પ્રસાદના યજમાન બનવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, 13 વર્ષ પહેલાં ગામના સદગૃહસ્થો ભરતભાઈ દેવશંકર રાવલે સપ્તઋષિ દેવતાની અને ભાનુપ્રસાદ રામશંકર વ્યાસે શીતળા માતાની પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. ત્યારથી દર વર્ષે આ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક પ્રસંગે જયંતીભાઈ પટેલ, ભરતભાઈ વ્યાસ, વિઠ્ઠલભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, શીવાભાઈ પટેલ, ચમનલાલ વ્યાસ, હરનારાયણભાઈ વ્યાસ, કિશોરભાઈ ઠાકર, રમેશભાઈ જાની, નિત્યાનંદ મહારાજ, રામદાસ મહારાજ સહિત મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સાણંદમાં વીરાંજલિ ડાયરાની શૌર્યસભર ભવ્ય પ્રસ્તુતિ:CM ભૂપેન્દ્ર પટેલ અને Dy.CM હર્ષ સંઘવીની હાજરીમાં શહીદોની શહાદતને સ્વરાંજલિ અર્પી વંદન કરાયા
    Next Article
    સુરેન્દ્રનગર હોસ્પિટલમાં અત્યાધુનિક મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત:જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે, દર્દીઓને મળશે ઉત્તમ સારવાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment