Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરગઢડામાં સિંહણની હાઈજમ્પ 'સર્જિકલ સ્ટ્રાઈક':ભારેખમ મારણને જડબામાં દબાવી સેકન્ડોમાં વાડીના ઊંચા ગેટ પરથી કૂદી ગઈ; કલાકો સુધી વાડીમાં જ મિજબાની માણતી બેસી રહી

    5 days ago

    ગીરની ભૂમિ એટલે સિંહોનું કાયમી સરનામું, પરંતુ હવે વનરાજ જંગલ છોડીને રહેણાક વિસ્તારોમાં મહેમાન બની રહ્યા છે. ગીરગઢડામાં ન્યાય મંદિર પાછળના વિસ્તારમાં ગત રાત્રે સિંહણના શિકાર અને તેની ચપળતાના એવા દૃશ્યો જોવા મળ્યા જેણે જોનારાઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. એક સિંહણે શિકારની શોધમાં રહેણાક વિસ્તારમાં લટાર મારતાં મારતાં વાડીના ગેટ પાસે એક વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટના સમયે વાડી માલિક અને સિંહપ્રેમીઓ ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ સિંહણની સ્ફૂર્તિ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. મારણને જડબામાં દબાવી ગેટ પરથી કૂદી ગઈ પોતાના શિકારને અન્ય કોઈ પડાવી ન જાય તેવા ડરથી કે સલામતીના ભાવથી સિંહણે ગણતરીની સેકન્ડોમાં જ ભારેખમ મારણને પોતાના જડબામાં મજબૂતીથી દબાવ્યું અને વાડીના ઊંચા ગેટ પરથી આસાનીથી કૂદકો મારી અંદર પ્રવેશી ગઈ હતી. સિંહણની આ અદભૂત 'હાઈજમ્પ' વાડી માલિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. આ દૃશ્યો સોશિયલ મીડિયામાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શિકાર સાથે ગેટ કૂદ્યા બાદ સિંહણ કલાકો સુધી વાડીમાં જ મિજબાની માણતી બેસી રહી હતી. છેલ્લા બે દિવસથી સિંહ પરિવારનું ગ્રુપ સતત લટાર મારી રહ્યું છે વાડીમાલિકે પણ ઉદારતા અને સમજદારી બતાવી પોતાના જ આંગણે 'મહેમાન' બનેલી સિંહણની મિજબાનીમાં ખલેલ ન પહોંચે તે માટે વાડીમાં જવાનું ટાળ્યું હતું. નોંધનીય છે કે, ગીરગઢડા અને આસપાસના ઉમેદપરા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સિંહ પરિવારનું ગ્રુપ સતત લટાર મારી રહ્યું છે. સિંહો હવે જંગલની હદ વટાવી રેવન્યુ વિસ્તાર અને સોસાયટીઓ સુધી પહોંચી રહ્યા છે, જેને પગલે વન વિભાગ માટે પણ પડકારજનક સ્થિતિ સર્જાઈ છે. માલધારીઓ-ખેડૂતોમાં પશુધનની સુરક્ષાને લઈ ચિંતામાં સિંહ પરિવારના રહેણાંક વિસ્તારોમાં વધતા આંટાફેરાને કારણે હવે વન વિભાગે પણ પોલીસની જેમ રાત્રિ પેટ્રોલિંગ કરવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોમાં સિંહદર્શનનો રોમાંચ તો છે, પણ સાથે સાથે માલધારીઓ અને ખેડૂતોમાં પોતાના પશુધનની સુરક્ષાને લઈ ચિંતા પણ જોવા મળી રહી છે. જંગલનો રાજા જ્યારે માનવ વસ્તી વચ્ચે આટલી સહજતાથી શિકાર કરતો જોવા મળે ત્યારે પ્રકૃતિ અને માનવ સંઘર્ષના નવા પાસાઓ સામે આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચૈત્ર નવરાત્રિનું છઠ્ઠું નોરતું:મનગમતો જીવનસાથી મેળવવા માટે કરો મા કાત્યાયનીની આરાધના; જાણો પૂજાવિધિ અને વિશેષ મંત્ર
    Next Article
    સરકારી નોકરી અપાવવાના નામે 4 લાખ ખંખેરી લેનાર ઠગબાજ ઝડપાયો:પોલીસથી બચવા મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાં છુપાયો હતો ઠગ, સચિન પોલીસે 3 દિવસ રેકી કરી બોર્ડર પરથી ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment