Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ પોલીસનું રિસ્ટ્રક્ચરિંગ, સરીગામ નવું પોલીસ સ્ટેશન બન્યું:ધરમપુર અલગ ડિવિઝન, પોલીસ મથકોની હદમાં ફેરફાર

    2 weeks ago

    વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા અને વધતી વસ્તી તથા ઔદ્યોગિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાએ સત્તાવાર આદેશ જાહેર કરીને જિલ્લામાં નવા પોલીસ સ્ટેશનો અને વિભાગીય કચેરીઓની જાહેરાત કરી છે. આ ફેરફારોમાં સરીગામ આઉટપોસ્ટને પૂર્ણ કક્ષાના પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય સૌથી મહત્વનો છે. લાંબા સમયથી ચાલી આવતી માંગણી બાદ ભિલાડ પોલીસ સ્ટેશન હેઠળની સરીગામ આઉટપોસ્ટને રદ કરીને 'સરીગામ પોલીસ સ્ટેશન' મંજૂર કરાયું છે. સરીગામ પોલીસ મથકમાં ભિલાડ પોલીસ સ્ટેશનના 9 ગામો અને ઉમરગામ પોલીસ સ્ટેશનના 3 ગામો મળીને કુલ 12 ગામોનો સમાવેશ થશે. આ ઉપરાંત, ઉમરગામ પોલીસ સ્ટેશનનું 'મલાવ' ગામ હવે ભિલાડ પોલીસ સ્ટેશનની હદમાં આવશે. ધરમપુર વિસ્તાર માટે હવે અલગ 'નાયબ પોલીસ અધીક્ષકની કચેરી' (SDPO) મંજૂર કરવામાં આવી છે, જે એક નવું પોલીસ ડિવિઝન બનશે. આ ધરમપુર ડિવિઝન હેઠળ ધરમપુર, કપરાડા અને નવનિર્મિત નાનાપોંઢા પોલીસ સ્ટેશનનો સમાવેશ થશે. વાપીમાં ઔદ્યોગિક ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને વાપી ટાઉન અને વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં પણ ફેરફાર કરાયા છે. ડુંગરા પોલીસ સ્ટેશનના સલવાવ ગામનો કેટલોક ભાગ અને નેશનલ હાઈવે 48 ના પશ્ચિમ તરફના વિસ્તારો હવે વાપી ટાઉનમાં ભળશે. વાપી ટાઉનમાંથી ભડકમોરા, સુલફડ અને બલીઠા ગામના સર્વે નંબરો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયા છે. તેમજ ડુંગરા પોલીસ સ્ટેશનનું ચણોદ ગામ પણ હવે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં આવશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે વાપી ખાતે 'નવું ટ્રાફિક પોલીસ સ્ટેશન' પણ મંજૂર કરવામાં આવ્યું છે. આ નવા પોલીસ સ્ટેશન હેઠળ વાપી ટાઉન, વાપી ઉદ્યોગનગર અને ડુંગરા પોલીસ સ્ટેશનનો સમગ્ર વિસ્તાર આવરી લેવાશે. મહેસૂલ વિભાગ દ્વારા પારડી અને કપરાડા તાલુકામાંથી નવો 'નાનાપોંઢા' તાલુકો અસ્તિત્વમાં આવતા, હવે નાનાપોંઢા પોલીસ સ્ટેશન કાર્યરત થશે. જે તે તાલુકાના ગામોને સંબંધિત પોલીસ સ્ટેશન સાથે જોડી દેવામાં આવ્યા છે. વહીવટી સરળતા માટે દરખાસ્ત મંજૂર "વલસાડ જિલ્લામાં વહીવટી સરળતા રહે અને લોકોને પોલીસ સ્ટેશન સુધી પહોંચવામાં અંતર ન નડે તે માટે આ ફેરફાર કરાયા છે. નવા મંજૂર થયેલા પોલીસ સ્ટેશનો અને કચેરીઓ 24 કલાક કાર્યરત રહેશે અને જરૂરી મહેકમની ફાળવણી પણ કરી દેવામાં આવી છે." - પોલીસ અધીક્ષક
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં પેટ્રોલ-ડીઝલની અફવા, પંપો પર લાંબી લાઈનો:જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને ગભરાટ ન કરવા અપીલ કરી
    Next Article
    Inside Trump-Netanyahu Call 48 Hours Before Khamenei's Killing In Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment