Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં પેટ્રોલ-ડીઝલની અફવા, પંપો પર લાંબી લાઈનો:જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને ગભરાટ ન કરવા અપીલ કરી

    2 weeks ago

    છોટા ઉદેપુર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવા ફેલાતા મોડી સાંજથી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. લોકો પોતાના વાહનોમાં ઇંધણ ભરાવવા ઉમટી પડ્યા હતા, જેના કારણે પંપો પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૈશ્વિક પરિસ્થિતિને કારણે પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાએ જોર પકડ્યું હતું. આ અફવાને પગલે જિલ્લાભરમાં લોકો ગભરાઈને પેટ્રોલ પંપો તરફ દોડી આવ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને ખાસ કરીને પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. લોકોને પૂરતો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીએ પોતે પેટ્રોલ પંપોની મુલાકાત લીધી હતી અને લોકોને ગભરાટ ન કરવા અપીલ કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને અફવાઓમાં ન આવવા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર પોલીસે ગુમ થયેલા બે મોબાઈલ ફોન શોધ્યા:₹24,000ની કિંમતના ફોન મૂળ માલિકોને પરત કર્યા
    Next Article
    વલસાડ પોલીસનું રિસ્ટ્રક્ચરિંગ, સરીગામ નવું પોલીસ સ્ટેશન બન્યું:ધરમપુર અલગ ડિવિઝન, પોલીસ મથકોની હદમાં ફેરફાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment