Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:કલેક્ટરે અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ભીડ ટાળવા અપીલ કરી

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ક્યાંય પણ ઇંધણની અછત નથી. કલેક્ટરે પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવા અને પોતાની જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવા જણાવ્યું છે. ઘણા લોકો ભવિષ્યની ચિંતામાં પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે, જે અયોગ્ય છે. આવા બિનજરૂરી સંગ્રહથી કૃત્રિમ અછત જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી શકે છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને સહયોગ આપવા અને અફવા ફેલાવતા તત્વોથી સાવધ રહેવા અનુરોધ કર્યો છે. કોઈપણ ભ્રામક માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવવા અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ કરી અવ્યવસ્થા ન સર્જવા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં 23 દિવસમાં બીજી વાર આગ ભભૂકી:ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં એકાએક ધુમાડા નીકળતા વેપારીઓના શ્વાસ અધ્ધર, ત્રણ ફાયર સ્ટેશનની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે
    Next Article
    Israeli Media Names This Iranian Leader Spoke To Trump. Now He Denies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment