Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં વાહન ચાલકોએ પેટ્રોલ પુરાવવા દોડધામ કરી:સાંજ પડતા જ વડોદરા શહેરના પેટ્રોલ પંપો પર લાંબી લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા, પેનિકમાં લોકોએ વાહનોની ટાંકીઓ ફૂલ કરાવી દીધી

    3 days ago

    વડોદરા શહેરોમાં આજે સવારના સમયે કેટલાક પેટ્રોલપંપ બંધ જોવા મળ્યા હતા. જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહનચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા અને પેટ્રોલ પુરાવવા માટે દોડધામ કરી મુકી છે. સાંજ પડતા જ વડોદરા શહેરના પેટ્રોલ પંપો પર લાંબી લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. વડોદરામાં સાંજ સાંજ પડતા પડતા તમામ વિસ્તારોમાં પેટ્રોલ પુરાવવા માટે વાહન ચાલકોએ પેટ્રોલ પંપો ઉપર લાંબી લાંબી લાઈનો લગાવી છે. વડસર બ્રિજ પાસે તો પેટ્રોલ પુરાવવા લાંબી લાઈન લાગતા ટ્રાફિક જામ થઈ ગયો છે. લોકો પોતાના વાહનોની ટાંકી ફુલ કરાવી રહ્યા છે. લોકોમાં પેટ્રોલ પૂરી થઈ જવાની અફવાને લઈને ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે. વાહન ચાલક મહિલા જેનિશાએ જણાવ્યું હતું કે, હવે પેટ્રોલ તો પુરાવવું જ પડે ને. ગાડી વાપરવી હોય અને અચાનક કંઈ ઈમરજન્સી આવી જાય, તો એના માટે આપણે પહેલેથી જ તૈયારી રાખવી પડે. મેં ટાંકી ફૂલ કરાવી દીધી છે. જો એકદમ ઈમરજન્સી આવે અને આપણી પાસે ફૂલ ટાંકી હોય તો એ આપણા માટે જ કામ લાગે, બસ એ જ કારણથી અત્યારે પેટ્રોલ પુરાવી લીધું છે. ગભરાટમાં ન આવવું જોઈએ, એ ખોટું છે. પેટ્રોલ તો મળવાનું જ છે. પણ આ તો કેવું છે કે 'નહીં મળે, નહીં મળે' એમ સમજીને બધા લાઈનમાં ઊભા રહી ગયા છે અને પેટ્રોલ પુરાવવા દોડી આવ્યા છે. વાહન ચાલક ઋત્વિક પટેલે જણાવ્યું હતું કે, મોદીજી જે રીતે પગલાં લઈ રહ્યા છે, તે યોગ્ય છે. અગાઉ કોરોના કાળમાં પણ આપણે આ રીતે જ લડત આપી હતી, એટલે અત્યારથી જ સાવચેતી રાખવી એ આપણા સૌના હિતમાં છે. આપણે સરકારને પૂરેપૂરો સહકાર આપવો જોઈએ. અન્ય વાહન ચાલકે જણાવ્યું હતું કે, યુદ્ધની અસરો ખરેખર ખૂબ જ ગંભીર છે. જોકે જે બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેની સાથે આપણો સીધો કોઈ લેવાદેવા નથી, છતાં તેની અસર આપણા દેશ પર પણ જોવા મળી રહી છે, જે ખરેખર વિચારવા જેવી બાબત છે. આપણે માત્ર એટલું જ પેટ્રોલ લેવું જોઈએ જેટલી આપણને જરૂર હોય. જો આપણે બધું જ પેટ્રોલ લઈ લઈએ તો બીજા લોકોને તકલીફ પડી શકે છે. એટલે આપણે પેનિક થવાની કોઈ જરૂર નથી. વાહન ચાલક સંજયભાઈએ જણાવ્યું હતું કે, મેં એવી વાતો સાંભળી છે કે પેટ્રોલ ખૂટી જશે અને પેટ્રોલની અછત સર્જાશે. એટલે મેં વિચાર્યું કે પેટ્રોલ ભરાવી લઉં, તેથી હું અત્યારે અહીં લાઈનમાં ઊભો રહ્યો છું. પેટ્રોલ વગર તો કેવી રીતે ચાલશે? અમારા રોજિંદા જીવનમાં અને અવરજવરમાં તેનાથી બહુ મોટી તકલીફ પડશે. સરકારે આ બાબતે અગાઉથી જ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ અથવા કોઈ બીજો વિકલ્પ વિચારવો જોઈએ, એવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ. શહેરમાં બધે જ લાઈનો લાગેલી છે. હવે શું કરીએ? અત્યારે તો બધાને એવું જ છે કે જલ્દી પેટ્રોલ ભરાવી લઈએ. બસ એ જ માટે અમે અહીં આવ્યા છીએ. ​ ​
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં અફવાને કારણે પેટ્રોલ પંપ પર ભીડ:સંચાલકોએ અછત ન હોવાની સ્પષ્ટતા કરી, અફવાઓથી દૂર રહેવા અપીલ
    Next Article
    ઓરવાડા તળાવમાં ડૂબવાથી યુવાનનું મોત:ગોધરા ફાયર વિભાગની AI સોનાર ટેક્નોલોજી કારગર સાબિત, 10 મિનિટમાં લાશ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment