Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાકરા ગામે 'પોષણ સંગમ' વર્કશોપ યોજાયો:આઈસીડીએસ અને આરોગ્ય વિભાગના માઇક્રો પ્લાનિંગથી બાળકોમાં કુપોષણ નાબૂદ કરવાનો નિર્ધાર

    5 days ago

    જૂનાગઢ જિલ્લાના માણાવદર ઘટકમાં આવેલા નાકરા ગામે ‘પોષણ સંગમ’ અભિયાનને વધુ વેગવંતું બનાવવાના ઉમદા હેતુ સાથે 1 દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના બાળક સુધી પોષણક્ષમ સેવાઓ પહોંચાડી સમગ્ર વિસ્તારને કુપોષણની સમસ્યામાંથી મુક્તિ અપાવવાનો છે. ટેકનિકલ માર્ગદર્શન અને વિભાગીય સંકલન આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા કર્મયોગીઓને અભિયાનની સફળતા માટે જરૂરી ટેકનિકલ અને વહીવટી પાસાઓનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને આઈ.સી.ડી.એસ. (ICDS) અને આરોગ્ય વિભાગ વચ્ચે પરસ્પર સંકલન સાધીને કામગીરીને વધુ અસરકારક કઈ રીતે બનાવી શકાય, તે અંગેની વ્યુહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. CMAM અને EGF કામગીરી પર વિશેષ ભાર વર્કશોપ દરમિયાન CMAM (કમ્યુનિટી બેઝ્ડ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન) અને EGFની કામગીરીના સુદ્રઢ અમલીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અગાઉ થયેલી શ્રેષ્ઠ કામગીરીની સાફલ્યગાથાઓ પણ રજૂ કરવામાં આવી હતી, જે ઉપસ્થિત કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની હતી. ભવિષ્યનું આયોજન અને નવો ઉત્સાહ આગામી સમય માટે સચોટ માઇક્રો-પ્લાનિંગ તૈયાર કરી ધરાતલ પરની કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા માટે કર્મચારીઓ પાસેથી મૂલ્યવાન સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ તાલીમબદ્ધ વર્કશોપથી આરોગ્ય અને આઈ.સી.ડી.એસ.ના કર્મચારીઓમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. આ સામૂહિક પ્રયાસો ‘પોષણ સંગમ’ કાર્યક્રમની સફળતામાં પાયાનું યોગદાન આપશે તેવો અતૂટ વિશ્વાસ અખબારી યાદીમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    BJPના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી અને મધુ-શ્રીવાસ્તવની દીકરી કોંગ્રેસમાં જોડાઈ:જોશીએ કહ્યું, હરણી બોટકાંડમાં માનવતાની દૃષ્ટિએ ભાજપે સાથ ન આપ્યો એટલે કોંગ્રેસમાં જોડાયો
    Next Article
    પેટ્રોલ પંપ ઉપર અફવાઓના પગલે લાંબી લાઈનો લાગી:ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ તંત્ર, નાગરિકોએ ગભરાવાની કે ખોટી અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી - અધિક કલેકટર એન.ડી.ગોવાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment