Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અગરિયાઓએ મુખ્યમંત્રીને વાવાઝોડાના નુકસાનની રજૂઆત કરી:કચ્છના નાના રણમાં મીઠા ઉત્પાદન અને ઘરવખરીને નુકસાન અંગે ચર્ચા

    1 week ago

    ગુજરાત વિધાનસભા ખાતે અગરિયા મહાસંઘના પ્રતિનિધિઓએ દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તાજેતરમાં આવેલા વિનાશક વાવાઝોડાને કારણે કચ્છના નાના રણ વિસ્તારમાં અગરિયા પરિવારોને થયેલા ભારે નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને સોલાર પેનલો, મીઠાના ઉત્પાદન, રહેણાંકના છાપરા અને ઘરવખરીમાં થયેલા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે અસરગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પ્રાથમિક સર્વે કરાવવાની અને સર્વે રિપોર્ટના આધારે નુકસાનગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી. આ રજૂઆત સમયે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા અને પ્રહલાદભાઈ સહિતના અગરિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વાવાઝોડામાં મીઠું પકવતા અગરિયા સમુદાયની સોલાર પેનલોને ભારે નુકસાન થયું હતું અને મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. આ ઘટના બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને થયેલી નુકસાનીનો પ્રથમ વખત સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શનિવારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના સ્ટાફે રણમાં ઝૂંપડે ઝૂંપડે જઈને નુકસાનનો સર્વે શરૂ કર્યો હતો, જેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા મનપાના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી કોંગ્રેસમાં જોડાયા:ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા, મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા પણ કોંગ્રેસમાં જોડાઈ
    Next Article
    Watch: Bhopal University Student Alleges 'Lizard' In Meal; Staff Says It's Capsicum, And Eats It

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment