Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી સ્ટાર્ટઅપ કમ્યુનિટીએ ડુંગરા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી:હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ વિશે વિગતવાર જાણકારી મેળવી

    2 weeks ago

    વાપી સ્ટાર્ટઅપ કમ્યુનિટીએ શનિવારે ડુંગરા ખાતે નિર્માણાધીન હાઇ-સ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન સ્ટેશન)ની વિશેષ મુલાકાત લીધી. આ મુલાકાત નવીનતા અને પ્રેક્ટિકલ લર્નિંગને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાઈ હતી. કમ્યુનિટીના સભ્યો અને તેમના પરિવારજનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુલાકાત દરમિયાન, સહભાગીઓએ ભારતના મહત્વાકાંક્ષી હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ વિશે નજીકથી જાણકારી મેળવી. તેમને ભીલાડ ખાતે આવેલા આ કોરિડોરના એકમાત્ર ટનલ વિશે પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ અને ભવિષ્યની પરિવહન વ્યવસ્થાની માહિતીથી સભ્યોમાં ખાસ રસ જાગ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન માસના હોસ્ટ મનીષ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રોગ્રામ ચેર એન્જિ. પાર્થિવ મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ મુલાકાતથી સહભાગીઓમાં નવી પેઢીના પરિવહન માધ્યમ પ્રત્યે જાગૃતિ વધી અને દેશના ટેક્નોલોજીકલ વિકાસથી તેમને પ્રેરણા મળી. વાપી સ્ટાર્ટઅપ (SUV)ના સભ્યો અને તેમના પરિવાર માટે આયોજિત આ કાર્યક્રમ કમ્યુનિટીની નવીનતા, જિજ્ઞાસા અને સતત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કમ્યુનિટી ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશનલ્સ માટે શીખવા અને આગળ વધવાની વધુ તકો ઊભી કરવામાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા ફ્લાયઓવર કામગીરી: બસો માટે નવા રૂટ જાહેર:ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પડાયું, 30 એપ્રિલથી અમલ
    Next Article
    Oil Plunges Over 10%, Stocks Rebound After Trump Hints At Iran War Pause

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment