Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેડરોડ ગુરુકુળમાં આધ્યાત્મિક મહોત્સવ:સંતો અને હરિભક્તોએ નવ દિવસના કઠિન તપ સાથે વ્રત દીક્ષા ગ્રહણ કરી

    6 days ago

    સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળમાં ભગવાન સ્વામિનારાયણના 245 મા પ્રાગટ્ય પર્વની ઉજવણીના ભાગરૂપે 'બ્રહ્મ મહોત્સવ'નો અત્યંત ભક્તિપૂર્વક પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં 19 થી 27 માર્ચ 2026 સુધી આ આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણા હેઠળ આ નવ દિવસીય મહોત્સવમાં સાધના, આરાધના અને ઉપાસનાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. સંકલ્પબદ્ધ વ્રત દીક્ષા અને અનુષ્ઠાન મહોત્સવના પ્રારંભિક ચરણમાં ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સંતો અને હરિભક્તોને વ્રત દીક્ષા આપવામાં આવી હતી. પ્રભુ સ્વામી, ધર્મસંભવ સ્વામી, ભક્તિતનય સ્વામી અને શ્વેત સ્વામી સહિતના સંતોએ ભગવાનનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું હતું. ધર્મવલ્લભદાસજી સ્વામીએ તમામ સાધકોના અનુષ્ઠાન નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવા આશીર્વાદ સાથે રક્ષાપોટલી (નાડાછડી) બાંધી દીક્ષા અર્પણ કરી હતી. કઠિન તપ અને ભક્તિમય વાતાવરણ આ મહોત્સવમાં સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા છે. આરાધકોએ નવ દિવસ માટે વિવિધ કઠિન તપના નિયમો સ્વીકાર્યા છે, જેમાં નકોરડા ઉપવાસ, માત્ર જળ પર રહેવું, ફળાહાર, એકટાણાં અને હરિચંદ્રાયણ જેવા વ્રતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝૂલા ઉત્સવ જેવા ભક્તિમય આયોજનો દ્વારા સમગ્ર પરિસર દિવ્યતાથી છવાઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં શહીદ દિવસ નિમિત્તે પદયાત્રા:મેરા યુવા ભારત દ્વારા યુવાનોમાં દેશભક્તિનો સંદેશ
    Next Article
    'AAP રૂપિયા લઈને ટિકિટ આપે છે':આંદોલનના સાથી મનીષ બ્રહ્મભટ્ટનો અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપ, કહ્યું- જનતાના ચૂંટેલા ઉમેદવારને ટિકિટ નહી તો અલગથી ચૂંટણી લડીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment