Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પનું મોટું એલાન-પાંચ દિવસ પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે:વધુ બે ભારતીય જહાજ ભારત આવવા રવાના, 'જગ વસંત-પાઈન ગેસ'ને લીલી ઝંડી!

    6 days ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા હુમલાઓને હાલ પૂરતા ટાળી દીધા છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે દિવસથી ચાલેલી વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી કે સંરક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે કે તમામ સૈન્ય હુમલાઓને 5 દિવસ માટે રોકી દેવામાં આવે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ઈરાન સાથે ચાલી રહેલી વાતચીતના હકારાત્મક વલણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને આ સમયગાળા દરમિયાન વાટાઘાટો આગળ પણ ચાલુ રહેશે. ટ્રમ્પે કહ્યું કે જો વાતચીત સફળ રહેશે, તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને ખતમ કરવાની દિશામાં મોટું પગલું ભરી શકાશે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે જો 48 કલાકમાં હોર્મુઝ રૂટ ખોલવામાં નહીં આવે, તો તેઓ ઈરાનના પાવર પ્લાન્ટ પર મોટો હુમલો કરશે. યુદ્ધ વચ્ચે ભારતને વધુ એક મોટી રાજદ્વારી સફળતા મળતી દેખાઈ રહી છે. માહિતી અનુસાર, ઈરાને વધુ બે ભારતીય એલપીજી ટેન્કરોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. ભારતીય એલપીજી ટેન્કર 'જગ વસંત અને પાઈન ગેસ'ને પણ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC) દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની મંજૂરી મળ્યાના અહેવાલ આવી રહ્યા છે. ભારતીય નૌકાદળના સૂત્રોએ જણાવ્યું છે કે ઈરાન સાથેની બેકચેનલ પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    રણબીર કપૂર પ્રતિષ્ઠિત આરકે સ્ટુડિયો ફરી શરૂ કરશે?:કરીના કપૂરની ચર્ચાઓ પર સ્પષ્ટતા, કહ્યું- 'વારસાને આગળ વધારવાની જવાબદારી નવી પેઢીના હાથમાં છે'
    Next Article
    ‘ગેસ, ઇન્ડક્શન બાદ હવે પેટ્રોલ નથી મળતું’:જમવા બેઠા'તા ત્યાંથી દોડ્યા; ગુજ્જુઓ વાહનની ટાંકી ફૂલ કરાવવા નીકળતા લાંબી લાઇનો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment