Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણબીર કપૂર પ્રતિષ્ઠિત આરકે સ્ટુડિયો ફરી શરૂ કરશે?:કરીના કપૂરની ચર્ચાઓ પર સ્પષ્ટતા, કહ્યું- 'વારસાને આગળ વધારવાની જવાબદારી નવી પેઢીના હાથમાં છે'

    5 days ago

    બોલિવૂડના દિગ્ગજ એક્ટર રાજ કપૂરે બનાવેલો આરકે સ્ટુડિયો ફરી શરૂ થવાનો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તાજેતરમાં કરીના કપૂર ખાને આ ચર્ચાઓ પર સ્પષ્ટતા આપી છે. કરીનાએ ચર્ચાઓને નકારી કાઢતા સ્પષ્ટપણે કહ્યું છે કે, લિજેન્ડરી આરકે સ્ટુડિયોને ફરીથી શરૂ કરવાની કોઈ યોજના હજુ સુધી નક્કી થઈ નથી. આ ચર્ચા માત્ર અફવા છે અને હાલમાં આવી કોઈ યોજના નથી. 'લોકો ખરેખર આરકે સ્ટુડિયોને ફરી જોવાની ઈચ્છા ધરાવે છે' 'હિન્દુસ્તાન ટાઈમ્સ'ના અહેવાલ મુજબ કરીનાએ કહ્યું કે, તેમના પરિવારમાં થોડા સમય પહેલા આ વાત ચર્ચામાં આવી હતી, પરંતુ બધાએ તરત જ માની લીધું કે, આ થઈ રહ્યું નથી. તેણે કહ્યું કે, 'લોકો ખરેખર આરકે સ્ટુડિયોને ફરીથી જોવાની ઈચ્છા રાખે છે, પરંતુ હાલમાં આવો કોઈ પ્રસ્તાવ ફાઇનલ થયો નથી.' 'આરકે સ્ટુડિયોને ફરી શરૂ કરવું સરળ કામ નથી' કરીનાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે, આ વારસાને આગળ વધારવાની જવાબદારી હવે નવી પેઢીના હાથમાં છે. તેણે ખાસ કરીને પોતાના કઝિન અને એક્ટર રણબીર કપૂર અને બહેન કરિશ્મા કપૂરનું નામ લેતા સૂચવ્યું કે, કદાચ તેઓ આ પ્રતિષ્ઠિત બ્રાન્ડને આગળ વધારવા વિશે વિચારી શકે છે. કરીનાએ જણાવ્યું કે, આરકે સ્ટુડિયો તેના હૃદયની ખૂબ નજીક છે કારણ કે તે તેમના દાદા રાજ કપૂર દ્વારા 1948માં સ્થાપિત કરવામાં આવ્યો હતો અને ભારતીય સિનેમાનો એક પ્રતિષ્ઠિત વારસો રહ્યો છે. પરંતુ તેણે દલીલ કરી કે, આજના સમયમાં તેને ફરીથી શરૂ કરવું સરળ કામ નથી. આરકે સ્ટુડિયો શરૂ થવાની ચર્ચા હતી ખરેખર, છેલ્લા કેટલાક દિવસોથી એવા સમાચાર હતા કે, રણબીર કપૂર ફરીથી આરકે સ્ટુડિયો શરૂ કરવાનો છે. તેણે અંધેરી વિસ્તારમાં આરકે સ્ટુડિયો માટે પાંચ માળની ઇમારત ખરીદી છે. આ ઇમારત કનકિયા વોલ સ્ટ્રીટ કોમર્શિયલ બિલ્ડિંગમાં 20 વર્ષની લીઝ પર લેવામાં આવી છે. જેમાં ફરીથી આરકે સ્ટુડિયો બનાવવામાં આવશે, જેમાં એક આર્ટ સ્ટુડિયો, મેકઅપ રૂમ, સ્ક્રીનિંગ રૂમ અને મંદિર હશે. જ્યારે એક ફ્લોર મ્યુઝિક અને એડિટિંગ માટે પણ રાખવામાં આવ્યો છે. આ વખતે સ્ટુડિયોનું સંચાલન આખો પરિવાર સાથે મળીને કરશે. પરિવારે ₹180 કરોડમાં આરકે સ્ટુડિયો વેચ્યો હતો દિગ્ગજ એક્ટર અને ફિલ્મ મેકર રાજ કપૂરે 1948માં મુંબઈના ચેમ્બુરમાં આરકે સ્ટુડિયો બનાવ્યો હતો. આ સ્ટુડિયોમાં 'બરસાત', 'આવારા', 'મેરા નામ જોકર', 'બોબી', 'સત્યમ શિવમ સુંદરમ', 'પ્રેમ રોગ', 'રામ તેરી ગંગા મૈલી' જેવી આઇકોનિક ફિલ્મો બનાવવામાં આવી હતી. જોકે, બાદમાં 2019માં કપૂર પરિવારે ₹180 કરોડમાં સ્ટુડિયોને વેચી નાખ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Bhagyashree’s tip is to have spinach with lemon, here’s why: ‘Your face glows because of haemoglobin’
    Next Article
    ટ્રમ્પનું મોટું એલાન-પાંચ દિવસ પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે:વધુ બે ભારતીય જહાજ ભારત આવવા રવાના, 'જગ વસંત-પાઈન ગેસ'ને લીલી ઝંડી!

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment