Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી:બે પંપ પર સપ્લાય ખૂટતા ગભરાટ, સંચાલકે શાંતિ જાળવવા અપીલ કરી

    5 days ago

    ભરૂચ શહેર અને જિલ્લામાં આજે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઇંધણની સપ્લાય પર અસર થશે તેવી અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પગલે મોટી સંખ્યામાં લોકો ઇંધણ ભરાવવા ઉમટી પડ્યા હતા. ખાસ કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં ઇંધણ ખૂટી જવાની ભીતિ સ્પષ્ટપણે જોવા મળી હતી. આ મામલે ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપ સંચાલક દુષ્યંત પટેલે સ્પષ્ટતા કરી હતી કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ મોટી ખામી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના બે પેટ્રોલ પંપ પર તાત્કાલિક રીતે પેટ્રોલ ખૂટી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, અન્ય તમામ પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે લોકોને ગભરાયા વિના સંયમ જાળવવા અને ઉતાવળમાં વધુ પેટ્રોલ ભરાવવા દોડાદોડ ન કરવા અપીલ કરી હતી. દુષ્યંત પટેલે નાગરિકોને પોતાની જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવવા જણાવ્યું હતું, જેથી સાચી જરૂરિયાત ધરાવતા લોકોને ઇંધણ સરળતાથી મળી શકે અને અનાવશ્યક ભીડ ટાળી શકાય. હાલ તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં ટ્રાફિક નિયમ ભંગ પર પોલીસની કાર્યવાહી:એક સપ્તાહમાં 269 કેસ, ₹1.78 લાખનો દંડ વસૂલાયો
    Next Article
    વેરાવળમાં પ્રતિબંધિત માર્ગ પર બેફામ પાણીના ટેન્કરો:અકસ્માતોનો ભય, મુસ્લિમ સેવા સમાજે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment