Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ટ્રાફિક નિયમ ભંગ પર પોલીસની કાર્યવાહી:એક સપ્તાહમાં 269 કેસ, ₹1.78 લાખનો દંડ વસૂલાયો

    5 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 16 થી 22 માર્ચ, 2026 દરમિયાન ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત કુલ 269 કેસ નોંધી ₹1,78,300નો દંડ વસૂલવામાં આવતા નિયમભંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સંયુક્ત ટીમોનું હાઈવે અને શહેરોમાં સઘન ચેકિંગ જિલ્લા ટ્રાફિક શાખા અને ARTO વિભાગની સંયુક્ત ટીમો દ્વારા નેશનલ હાઈવે, શહેરના મુખ્ય માર્ગો અને ટ્રાફિકની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન ખાસ કરીને વાહનોમાં લગાવાયેલી અનઅધિકૃત LED લાઈટ્સ, કાળા કાચ (ટિન્ટેડ ગ્લાસ) અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ જેવા ગંભીર પ્રકારના નિયમભંગ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વાહનોમાં વપરાતી તેજ LED લાઈટ્સ સામેથી આવતા ચાલકોની દ્રષ્ટિમાં અવરોધ ઊભો કરી અકસ્માત નોતરે છે, જ્યારે કાળા કાચનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિઓ માટે થવાની ભીતિ રહેલી હોય છે. દંડ અને કાર્યવાહીની વિગતો અભિયાન દરમિયાન નોંધાયેલા કેસ અને વસૂલવામાં આવેલા દંડના આંકડા નીચે મુજબ છે: આ ઉપરાંત, ગંભીર બેદરકારી બદલ BNS કલમ 281 અને 285 હેઠળ 3 ગુના પણ નોંધવામાં આવ્યા છે. આગામી સમયમાં કાર્યવાહી વધુ તેજ બનશે પોલીસ તંત્રએ તાકીદ કરી છે કે માર્ગ સુરક્ષા જાળવવા માટે આવી ડ્રાઈવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કોઈ પણ પ્રકારની નરમાઈ રાખવામાં આવશે નહીં. જિલ્લા પોલીસે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને સુરક્ષિત ડ્રાઈવિંગ કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા:'રાહુલ ગાંધી જિંદાબાદ'ના નારા લાગ્યા, પાલિકા, પંચાયતની ચૂંટણી પહેલાં આજે વડોદરામાં સભા ગજવશે
    Next Article
    ભરૂચમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી:બે પંપ પર સપ્લાય ખૂટતા ગભરાટ, સંચાલકે શાંતિ જાળવવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment